ગુજરાત

gujarat

ETV Bharat / city

વાંસની રાખડી બનાવી આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર - surat

ગુજરાતના ડાંગ જિલ્લામાં રક્ષાબંધનના ખાસ પર્વ પર રાખડી બનાવવામાં આવી રહી છે. 100 ટકા આદિવાસી સમાજના લોકો ડાંગમાં રહે છે, ત્યારે એ પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ રાખડી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. એક સંસ્થા દ્વારા અહીંની આદિવાસી મહિલાઓને વાંસની રાખડી બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

વાંસની રાખડી
વાંસની રાખડી

By

Published : Aug 12, 2021, 5:25 PM IST

  • આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ પહેલ રક્ષાબંધનના પર્વને અનુલક્ષી કરવામાં આવી છે
  • રાખડીની આખી કીટ Made in dang છે
  • રાખડી બનાવવા માટે આદિવાસી મહિલાઓ જંગલ જાય છે અને ત્યાંથી વાંસ કાપીને લાવે છે

સુરત: ગુજરાતના ડાંગ જિલ્લામાં ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર ખાસ રાખડી તૈયાર થઈ રહી છે. આદિવાસી સમાજના લોકોને આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ પહેલ રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને કરવામાં આવી છે. એક સંસ્થા દ્વારા અહીંની આદિવાસી મહિલાઓને રાખડી બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને આ ઓર્ડર મળ્યા બાદ આદિવાસી સમાજની મહિલાઓ ઇકોફ્રેન્ડલી રાખડી બનાવી રહી છે. આ રાખડી ખાસ બામ્બુ એટલે કે વાંસમાંથી બનાવવામાં આવી છે. રાખડીની આખી કીટ Made in dang છે, જે દેશભરમાં જશે.

વાંસની રાખડી

આ પણ વાંચો- સુરતના એના ગામની આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે

એક સંસ્થા દ્વારા રાખડી બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે

બજારમાં રંગબેરંગી રાખડીની સાથે એક ખાસ રાખડીપણ જોવા મળશે. આ રાખડી અંતરિયાળ વિસ્તાર ગણાતા ડાંગ જિલ્લાની આદિવાસી બહેનો દ્વારા બનાવવામાં આવી રહી છે. પરંપરાગત ખેતી ઉપરાંત આદિવાસી સમાજના ભાઇ-બહેનો અહીં મજૂરી કામ પણ કરે છે. તેમને આત્મનિર્ભર બનાવવા માટે એક સંસ્થા દ્વારા રાખડી બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ઓર્ડર મળ્યા બાદ આદિવાસી સમાજની મહિલાઓ રાખડી બનાવતી પણ થઈ ગઈ છે.

તાલીમ આપીને રોજગારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું

આ રાખડી એટલા માટે પણ ખાસ છે કારણ કે, આ સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી છે. રાખડી બનાવવા માટે આદિવાસી મહિલાઓ જંગલમાં જાય છે અને ત્યાંથી વાંસ કાપીને લાવે છે અને વાંસમાંથી અન્ય આકાર અને ડિઝાઇનની રાખડીઓ બનાવે છે. વાંસમાંથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવાની તાલીમ મહિલાઓને આપીને રોજગારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ રાખડી 50થી 200 રૂપિયામાં મળી રહી છે. આ વર્ષે 4 મહિલાઓએ 5000 જેટલી રાખડીઓ બનાવીને દેશના વિવિધ શહેરોમાં મોકલી છે.

આ રાખડી સંપૂર્ણ મેક ઈન ડાંગ પ્રોડક્ટ છે

આદિવાસી મહિલાઓને ટ્રેનિંગ આપનાર અર્પિત મલિકે જણાવ્યું હતું કે, આ લોકો મજૂરી કરે છે, તેમને રોજગારીની નવી તકો આપવા માટે આ પહેલ કરવામાં આવી છે. હું પોતે બાબુ આર્ટિસ્ટ છું અને તેમને ટ્રેનિંગ આપુ છું. જે કિટ બનાવવામાં આવી છે, તે સંપૂર્ણ રીતે ડાંગની વસ્તુઓથી તૈયાર થઈ છે. વાંસથી તૈયાર થયેલી રાખડી અને મીઠાઈ ખાસ કાપડના કવરમાં હોય છે, આ દેશભરમાં મોકલવામાં આવે છે. સંપૂર્ણ રીતે મેક ઈન ડાંગ પ્રોડક્ટ છે.

વાંસની રાખડી બનાવી આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર

આ પણ વાંચો- કોરોનામાં પરિવારને આર્થિક ટેકો આપવા નોકરીની સાથે સાથે રાખડીઓ બનાવી રહી છે આ યુવતીઓ

રાખડી બનાવી આવક બમણી થઇ

રાખડી બનાવનાર મધુબહેને જણાવ્યું હતું કે, અમે જંગલમાંથી વાંસ લઈને આવીએ છે, તેમાંથી અનેક રાખડીઓ બનાવીએ છે. અમને રાખડી બનાવવા માટે તાલીમ આપવામાં આવી છે, જેનાથી અમને રોજગાર મળે છે. રાખડી બનાવનાર અન્ય આદિવાસી મહિલા કળાબહેને જણાવ્યું હતું કે, અગાઉ તેમને અઠવાડિયામાં 1,500 રૂપિયાની આવક ટોકરી બનાવવામાં થતી હતી. હવે અઠવાડિયામાં રાખડી બનાવીને તેઓ 500થી 2 હજાર સુધીની કમાણી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details