ગુજરાત

gujarat

ETV Bharat / city

જાપાનમાં યોજાનારી International Chemistry Olympiad 2021માં સુરતનો માહિત ગાંધીવાળા દેશનું પ્રતિનિધિત્વ કરશે

જાપાનના ઓસ્કામાં 25 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન 53મી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021) યોજાશે. ત્યારે ભારત દેશમાં 4 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં દિલ્હી, હરિયાણા, તમિલનાડુ અને ગુજરાતમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના માહિત ગાંધીવાળા નામના વિદ્યાર્થીઓનું આમાં સિલેક્શન થયું છે.

જાપાનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021માં સુરતનો માહિત ગાંધીવાળા દેશનું પ્રતિનિધિત્વ કરશે
જાપાનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021માં સુરતનો માહિત ગાંધીવાળા દેશનું પ્રતિનિધિત્વ કરશે

By

Published : Jun 29, 2021, 8:50 AM IST

  • જાપાનના ઓસ્કામાં 25 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી યોજાશે 53મી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021)
  • આ આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021)માં ગુજરાતનું પ્રતિનિધિત્વ માહિત ગાંધીવાળા (Mahit Gandhiwala) નામનો વિદ્યાર્થી કરશે
  • વર્ષ 2020માં કોરોનાના કારણે આ આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ (International Chemistry Olympiad 2021) કાર્યક્રમ યોજવામાં નહતો આવ્યો
  • આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021)માં દિલ્હીના ધનંજય રમન, તામિલનાડુના અડ્ર્સ રેડ્ડી માદુર, હરિયાણાના રાશિત સિંગલા અને ગુજરાતના માહિત ગાંધીવાળાની પસંદગી થઈ છે.

સુરતઃ જાપાનના ઓસ્કામાં 25 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન 53મી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021) યોજાશે. આ આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ (International Chemistry Olympiad 2021)ની શરૂઆત વર્ષ 1968થી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સતત અલગ અલગ દેશોમાં આ કાર્યક્રમ થતો આવ્યો છે. મહત્વની વાત એ છે કે, વર્ષ 2001માં આ આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ (International Chemistry Olympiad 2021)નો કાર્યક્રમ મુંબઈમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સતત આ કાર્યક્રમ ચાલતો રહ્યો અને છેલ્લે 2019માં આ કાર્યક્રમ ફ્રાન્સમાં યોજાયો હતો અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે આ કાર્યક્રમ 2020માં કરવામાં આવ્યો ન હતો. જોકે, હવે ફરી પાછું આવતા મહિનામાં જાપાનના ઓસ્કામાં 25 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન 53મી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021) યોજાશે. આમાં ભારત દેશના 4 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હી, હરિયાણા, તામિલનાડુ અને ગુજરાતમાંથી સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ માહિત ગાંધીવાળા નામનો વિદ્યાર્થી કરશે

આ પણ વાંચો-જૂનાગઢની વિદ્યાર્થિનીએ NCCમાં એકમાત્ર કેડેટ તરીકે પસંદ થઈને કર્યું શહેરનું નામ રોશન

ભારતના ચાર રાજ્યમાંથી વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું

જાપાનના ઓસ્કામાં 25 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન 53મી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021) યોજાશે, જેમાં ભારતના 4 રાજ્યોમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. આમાં હરિયાણાના રાશિત સિંગલા, તમિલનાડુના અડ્ર્સ રેડ્ડી માદુર, ગુજરાતના માહિત ગાંધીવાળા અને દિલ્હીના ધનંજય રમનનો સમાવેશ થાય છે. માહિત ગાંધીવાળાના પિતા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કપડાના વેપારી છે, જેઓ પણ હાલ માહિત પાછળ ખૂબ જ સારો સમય આપી રહ્યા છે. માહિતી ગાંધીવાળા ભારત તરફથી આ આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021)માં પોતાનું પ્રતિનિધિત્વ કરશે. તેમાં માહિત ગાંધીવાળા એસ્ટ્રોનમી, બાયોલોજી, કેમેસ્ટ્રી, જૂનિયર સાયન્સ અને ફિજિક્સ એમ કુલ 5 વિષયો ઉપર પોતાનું પ્રતિનિધિત્વ આપશે.
આ પણ વાંચો-બનાસકાંઠા જિલ્લાના બે રમતવીરોએ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ કર્યું રોશન

આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021)ની સમગ્ર તૈયાર પૂર્ણઃ માહિત ગાંધીવાળા

53મી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021)માં પસંદગી પામનારા માહિત ગાંધીવાળાએ જણાવ્યું હતું કે, હું અત્યારે ધોરણ 10 પાસ કરીને શહેરની એક ઈન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11ની એડવાન્સની તૈયારી કરી રહ્યો છું અને અત્યારે મારૂં સિલેક્શન જાપાનના ઓસ્કામાં થનારી 53મી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021)માં થયું છે. તેની તૈયારીઓ થઈ ગઈ છે. હું અત્યારે પુનરાવર્તન કરી રહ્યો છું.

માહિત ગાંધીવાળા સુરત સહિત દેશનું નામ રોશન કરશે

આ અંગે એક ઈન્સ્ટિટ્યૂટના હેડ નેચર સિંહે જણાવ્યું હતું કે, સુરતમાં એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે ભારતમાં વિખ્યાત અમારી ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને હવે હાલ ઈન્સ્ટિટ્યૂટનો અમારો માહિતી રાજેશભાઈ ગાંધીવાળા નામનો વિદ્યાર્થી છે. તેનું નામ જાપાનના ઓસ્કામાં યોજાનારી 53મી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021 (International Chemistry Olympiad 2021) યોજાશે. માહિતી ગાંધીવાળા ભારત દેશ તરફથી પોતાનું પ્રતિનિધિત્વ કરશે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યુંકે આ સિલેક્શન યોગ્યતાના આધાર ઉપર કરવામાં આવે છે. અને હવે આશા છેકે ફરીથી સુરતનું નામ ભારત દેશમાં અને આખા વિશ્વમાં નામ કરશે. તેવી શુભેચ્છા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details