ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મહિલા કોંગ્રેસે પાણીમાં ભજિયાં તળી રાંધણ ગેસના ભાવ વધારાનો કર્યો વિરોધ - બજેટ

રાંધણ ગેસના ભાવમાં સતત વધારો થતા સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાઈ ગયું છે. હવે રાંધણ ગેસના ભાવનો વિરોધ કરવા કોંગ્રેસ મેદાને ઊતરી છે. સુરતના વરાછા વિસ્તારમાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ લાકડાના ચૂલા પર પાણી ગરમ કર્યું. અને આ પાણીમાં તેમણે ભજિયાં તળી ગેસના ભાવનો વિરોધ કર્યો હતો.

સુરતમાં મહિલા કોંગ્રેસે પાણીમાં ભજિયાં તળી રાંધણ ગેસના ભાવ વધારાનો કર્યો વિરોધ
સુરતમાં મહિલા કોંગ્રેસે પાણીમાં ભજિયાં તળી રાંધણ ગેસના ભાવ વધારાનો કર્યો વિરોધ

By

Published : Jan 1, 2021, 4:05 PM IST

  • સુરતમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ કર્યો વિરોધ
  • રાંધણ ગેસના ભાવનો વિરોધ કરવા મહિલાઓ પહોંચી વરાછા
  • પાણીમાં ભજિયાં તળી રાંધણ ગેસના ભાવનો કર્યો વિરોધ

સુરત: રાંધણ ગેસ અને ખાદ્ય તેલમાં ભાવ વધારો થતા સુરત મહિલા કોંગ્રેસ દ્વારા વરાછામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અહીં મહિલાઓએ પાણીમાં ભજિયાં તળી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ સરકારમાં 5 રૂપિયાના વધારાનો વિરોધ કરનારા ક્યાં ગયા?

લાકડાના ચૂલા સળગાવી વિરોધ નોધાવ્યો

કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ કહ્યું, રાંધણ ગેસ અને ખાદ્ય તેલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એટલે અમે બધા ભેગા મળીને સુરતના વરાછા વિસ્તારમાં વિરોધ કરી રહ્યા છીએ. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ મહિલાઓને સાથે રાખી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ કહ્યું, ભાજપ સરકારની આંખ ઊઘાડવા માટે અમે પાણીમાં ભજિયાં તળ્યા છે. રાંધણ ગેસ અને સીંગતેલમાં થતો વધારાને લઈને ભાજપ સરકાર કેમ ચૂપ છે.

કોંગ્રેસ સરકાર દરમિયા 5 રૂ. પણ વધતા તો સ્મૃતિબેન વિરોધ કરતા હવે તેમને શું થયું?: મહિલા કાર્યકર્તા

મહિલા કાર્યકર્તાઓએ વધુમાં કહ્યું, જયારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે 5 રૂપિયાનો પણ વધારો થતો તો સ્મૃતિબેન ગેસના બાટલા લઈને વિરોધ કરવા પહોંચી જતા હતા. અને આજે જ્યારે ભાવ અસહ્ય હાલતમાં પહોંચ્યો છે ત્યારે તે બધા કેમ ચૂપ છે.

ABOUT THE AUTHOR

...view details