ગુજરાત

gujarat

ETV Bharat / city

Mahesh Savani Talk to ETV Bharat : શું ભાજપમાં જોડાશે મહેશ સવાણી ? જાણો તેઓએ શું કહ્યું - મહેશ સવાણીની ઈટીવી ભારત સાથે વાતચીત

આમ આદમી પાર્ટીના મોટા ચહેરા મહેશ સવાણીએ તાજેતરમાં રાજીનામું આપ્યા બાદ ETV Bharat સાથે ખાસ વાતચીત ( Mahesh Savani Talk to ETV Bharat) કરી હતી. સેવા માટે તેઓ ફરી રાજકારણમાં આવી શકે છે.

Mahesh Savani Talk to ETV Bharat : શું ભાજપમાં જોડાશે મહેશ સવાણી ? જાણો તેઓએ શું કહ્યું
Mahesh Savani Talk to ETV Bharat : શું ભાજપમાં જોડાશે મહેશ સવાણી ? જાણો તેઓએ શું કહ્યું

By

Published : Jan 18, 2022, 5:11 PM IST

સુરત : બિલ્ડર મહેશ સવાણી જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમને આપના મુખ્યપ્રધાનના દાવેદાર તરીકે ગણાવી રહ્યાં હતાં. 27 જૂનના રોજ મહેશ સવાણી દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના હસ્તે આપનો ખેસ ધારણ કર્યો હતો. પરંતુ અચાનક જ તેઓએ આમ આદમી પાર્ટીએ રાજીનામું (Mahesh Sawani Quit AAP) આપવાનો નિર્ણય કર્યો.

સેવા માટે પાર્ટી છોડી છે પરંતુ સેવા માટે જ તેઓ ફરી રાજકારણમાં આવી શકે છે

અંગત કારણસર પાર્ટી છોડી

મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડી (Mahesh Sawani Quit AAP) દેતાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવીએ એક બાજુ આરોપ મુક્યાં તો સવાણીએ બીજી તરફ ( Mahesh Savani Talk to ETV Bharat) જણાવ્યું હતું કે બે લોકો જ્યારે પાર્ટી છોડી દે તો પાર્ટીને ફરક પડતો નથી. આપના નેતાઓ સાચી વાત કરી રહ્યા છે. મારા અંગત કારણોથી પાર્ટી છોડી છે તબિયત અને સેવાના કાર્યોમાં થઈ રહેલી તકલીફોના કારણે પાર્ટી છોડી દીધી છે.

આ પણ વાંચોઃ Mahesh Savani Resigns From AAP: ભાજપમાં જોડાઈ શકે છે મહેશ સવાણી! AAPમાંથી રાજીનામા બાદ આપી હિંટ

શું આવનાર દિવસોમાં તેઓ રાજકારણ સાથે જોડાશે

ETV Bharatને મહેશ સવાણીએ જણાવ્યું હતું ( Mahesh Savani Talk to ETV Bharat) કે હું કોઇના દબાણથી રાજકારણ છોડી (Mahesh Sawani Quit AAP) રહ્યો નથી. મારા સેવાના કાર્યો માટે હું સમય ફાળવી શકતો નથી. જો મારા સેવા કાર્યને વધારવા માટે આવનાર દિવસોમાં રાજકારણમાં જવું હોય કે ઉપરવાળા પાસે પણ જવું હોય તો હું જઈશ.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: આમરણાંત ઉપવાસ પર બેઠેલા AAPના નેતા મહેશ સવાણીની તબિયત લથડી

ABOUT THE AUTHOR

...view details