- મહારાષ્ટ્રના વકીલ કોરોનાની સારવાર માટે ગુજરાત આવ્યા
- કોરોનાગ્રસ્ત પિતાની સારવાર અર્થે સુરત આવ્યા હતા
- પિતાની સાથેસાથે મા-દીકરો બન્ને કોરોના પોઝિટિવ
- વકીલને બેડ ન મળતાં હોસ્પિટલના પગથીયા પર સારવાર લઈ રહ્યા છે
સુરત: નંદુરબારના શારદા તાલુકાના મનોજ સાંબળે છેલ્લા આઠ દિવસથી સુરતના યુનિક હોસ્પિટલના પગથીયા ઉપર રહી કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. વાત અહીં પૂર્ણ થતી નથી. મનોજની સાથે તેમની માતાએ પણ અહીં જ સારવાર મેળવી છે. મનોજની વ્યથા સાંભળીને ભલભલાને રુવાટા ઉભા થઇ શકે છે. શારદા તાલુકામાં સરકારી પરીક્ષા માટેની તૈયારીઓ કરાવતા અને પોતે વકીલ મનોજને ખબર પડી હતી કે, તેમના પિતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમની સારવાર માટે તેઓ મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા ધુલિયા,જલગાંવ અને નંદુરબારના તમામ હોસ્પિટલોમાં બેડની શોધ કરી હતી. તેમને ત્યાં બેડ નહીં મળતા આખરે તેઓ સુરતના શરણે આવ્યા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં ડૉક્ટરે કોરોના સારવારની માન્યતા ન હોવા છતાં દર્દીની શરૂ કરી સારવાર
વકીલની કોરોના અંગે મનોવ્યથા
પિતાની હાલત ગંભીર થતાં તેઓએ યુનિક હોસ્પિટલમાં દાખલ તો કરી દેતા હતા, પરંતુ આ દરમિયાન તેમની માતા અને તેમનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પૈસાની અછતને કારણે તેઓ આ જ હોસ્પિટલના પગથીયા ઉપર સારવાર મેળવી રહ્યા છે. માતા તો હાલ સારા ગઈ ગયા છે, પરંતુ તેમની સ્થિતિ અત્યારે પણ સામાન્ય થઈ નથી. મનોજ સાંબળેએ જણાવ્યું હતું કે, તેઓ નંદુરબાર જિલ્લાના શારદાથી આવેલા છે. મારા પિતાનું ઓક્સિજન લેવલ ડાઉન થતાં ખબર પડી તેમને કોરોના છે. નંદુબાર, જલગાંવ, ધુલીયા આ તમામ વિસ્તારમાં કોઈપણ હોસ્પિટલ તેમને દાખલ કરવા માટે તૈયાર નહોતી. કારણ કે હોસ્પિટલોમાં બેડની ખૂબ જ અછત હતી.