સુરતઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી (Legislative Council elections in Maharashtra) બાદ મહા વિકાસ અઘાડી સરકારની મુશ્કેલીઓ વધી (Earthquake in Maharashtra Shiv Sena government) ગઈ છે. સુરતના લે મેરીડિયનમાં શિવસેના અને અપક્ષોના કુલ 35 ધારાસભ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. વિધાન પરિષદની ચૂંટણીમાં (Legislative Council elections in Maharashtra) ભાજપે મહાગાડી સરકારના ગઢમાં ગાબડું પાડ્યું છે તેના જેના કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર રાજ્યના સમીકરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
સુરત બન્યું મહારાષ્ટ્ર્રની રાજનીતિનું એપી સેન્ટર સુરત બન્યું મહારાષ્ટ્ર્રની રાજનીતિનું એપી સેન્ટર - સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી લે મેરીડિયન હોટેલ મહારાષ્ટ્રની રાજનીતિનું એપી સેન્ટર બની (Shiv Sena MLAs at Le Meridien Hotel in Surat) રહી છે. આ હોટેલમાં શિવસેનાના 35 જેટલા ધારાસભ્યો અને અપક્ષ સોમવારે રાત્રે મહારાષ્ટ્ર છોડીને આવ્યા છે. એટલું જ નહીં તેમનો સંપર્ક પરિવાર કે ન તો પાર્ટી કરી શકે છે. યુવા ધારાસભ્ય છે, જેમણે વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. તેના કારણે ભાજપને 10માંથી 5 બેઠકો મળી હતી. તમામ ધારાસભ્યો શિવસેનાના નેતા અને કેન્દ્રિય પ્રધાન એકનાથ શિંદેના સંપર્કમાં છે અને ખુદ એકનાથ શિંદે પણ સુરત આવી ગયા છે.
એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેથી નારાજ -એકનાથ શિંદે છેલ્લા ઘણા દિવસોથી ઉદ્ધવ ઠાકરેથી નારાજ હતા, પરંતુ ક્યારેય ખૂલ્લેઆમ બળવો કર્યો નહતો. પરંતુ વિધાન પરિષદની ચૂંટણી બાદ એકનાથ શિંદે ખૂલ્લેઆમ સામે આવ્યા છે. એક રીતે તેમણે શિવસેનાના ધારાસભ્યોને સુરતમાં લાવીને પોતાની શક્તિ બતાવી છે, તેઓ લાંબા સમયથી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના સંપર્કમાં હતા.
આ પણ વાંચો-શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે 22 ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા, ઉદ્ધવ સરકાર પર સંકટ ઘેરાયું
ક્રોસ વોટિંગ કરી ભાજપની કરી મદદ - વિધાન પરિષદની ચૂંટણીમાં (Legislative Council elections in Maharashtra) ભાજપને 5 બેઠકો મળી છે અને 5માંથી 2 શિવસેનાને, 2 એનસીપી અને 1 કૉંગ્રેસને બેઠક મળી છે. શિવસેના એટલા માટે હાંફળીફાંફળી છે. કારણ કે, તેમના પોતાના જ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી ભાજપની મદદ કરી છે. જ્યાં સુધી કંઈ ખૂલીને સામે આવે ત્યાં સુધી તો આ ધારાસભ્ય સુરત આવી ગયા હતા. આ જ ધારાસભ્યોમાંથી એક ધારાસભ્ય નીતિન દેશમુખની અચાનક જ રાત્રે તબિયત બગડી હતી. તેમને 108 એમ્બુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમણે કહ્યું હતું કે, તેમને ગભરામણ થઈ રહી છે. અત્યારે તેમને સરકારી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરાયા છે.
આ પણ વાંચો-Eknath Shinde Latest News : અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ, એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું
ધારાસભ્યોને અમદાવાદ લાવવામાં આવી શકે છે - આ તમામ ઘટનાક્રમની વચ્ચે અડધી રાત્રે જ્યારે શિવસેના અને અપક્ષ ધારાસભ્ય સુરતના લી મેરિડિયન હોટેલ (Shiv Sena MLAs at Le Meridien Hotel in Surat) પહોંચ્યા હતા. તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તેમને મળવા હોટેલ પહોંચ્યા (Shiv Sena MLAs at Le Meridien Hotel in Surat) હતા. એકનાથ શિન્દેની સાથે તેમની બેઠક પણ થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે, તમામ ધારાસભ્યોને અમદાવાદના કોઈક રિસોર્ટમાં પણ લઈ જઈ શકાય છે. હોટેલમાં કોઈ પણ બહારના વ્યક્તિનું બુકિંગ બંધ કરી દેવાયું છે. એટલું જ નહીં, હોટેલના કર્મચારી ઓળખપત્ર બતાવ્યા વગર અંદર નહીં જઈ શકે.
હોટેલ સુધી પહોંચવામાં ઘણી મહેનત કરવી પડી - બપોરે 2.15 વાગ્યે જલગાંવ-જામોદના ભાજપના ધારાસભ્ય ડૉ. સંજય કુટે પણ હોટલ (Sanjay Kute met MLAs of Shiv Sena) પહોંચ્યા હતા. લગભગ 1 કલાક સુધી તેણે મુખ્ય માર્ગ પરની હોટેલની અંદર જવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. ફોન આવતાં જ ઘણા લોકોને હોટેલમાં પ્રવેશવા દેવામાં આવ્યા હતા. જોકે, ધારાસભ્ય સંજય કુટેએ (Sanjay Kute met MLAs of Shiv Sena) કેમેરા સામે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો.