ગુજરાત

gujarat

ETV Bharat / city

સમગ્ર વિશ્વના ડાયમંડના વેપારીઓ આવે તે પહેલાં જ ડાયમંડ બૂર્સ રોશનીથી ઝળહળી ઉઠ્યું - સુરત ડાયમંડ બૂર્સના ડિરેક્ટર મથુર સવાણી

સુરતમાં આવેલા ડાયમંડ બુર્સ ખાતે 4,200 દિવડાની મહાઆરતી કરવામાં (Maha aarti at Surat Diamond Bourse) આવી હતી. અહીં ઓફિસ મેમ્બરના પરિવારે ગણેશ સ્થાપના (Ganesh Sthapana at Surat Diamond Bourse) કર્યા પછી મહાઆરતી કરી હતી.

સમગ્ર વિશ્વના ડાયમંડના વેપારીઓ આવે તે પહેલાં જ ડાયમંડ બૂર્સ રોશનીથી ઝળહળી ઉઠ્યું
સમગ્ર વિશ્વના ડાયમંડના વેપારીઓ આવે તે પહેલાં જ ડાયમંડ બૂર્સ રોશનીથી ઝળહળી ઉઠ્યું

By

Published : Jun 6, 2022, 10:34 AM IST

સુરતઃ શહેરના ખજોદ ખાતે બનાવામાં આવેલા ડાયમંડ બૂર્સમાં રવિવારે ગણેશ સ્થાપના કરવામાં (Ganesh Sthapana at Surat Diamond Bourse) આવી હતી. આ પ્રસંગે 4,200 ઓફિસ મેમ્બરના પરિવાર સાથે મળીને 4,200 દીવડાની મહાઆરતી (Maha aarti at Surat Diamond Bourse) કરવામાં આવી હતી. આ ડાયમંડ બૂર્સ વિશ્વનું નંબર 1 ડાયમંડ બૂર્સ વ્યવસાયનું મુખ્ય કેન્દ્ર બનશે. આથી વિશ્વના બાયર્સ વેપારી ધંધા માટે સુરત આવશે.

સમગ્ર વિશ્વના ડાયમંડના વેપારીઓ આવે તે પહેલાં જ ડાયમંડ બૂર્સ રોશનીથી ઝળહળી ઉઠ્યું

ડાયમંડ બૂર્સનું કામ 100 ટકા પૂર્ણ - શહેરના ખજોદ ખાતે આવેલા ડાયમંડ બૂર્સનું 100 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ડાયમંડ બૂર્સ 13 એકરમાં ફેલાયેલું છે. જેમાં 300થી 500 અને 1,000ની 4,200 જેટલી ઓફિસો આવી છે. બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં લોકો કામ કરી શકશે. આ તમામ લોકો કામ કરતા હોય ત્યારે તમે શુદ્ધ હવા મળી રહે. તે માટે દરેક માળ પર ફાઈનમાં વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. તેમાં ઈન્ડોર પ્લાન્ટ (Indoor plant at Surat Diamond Bourse) પણ મૂકવામાં આવ્યા છે, જે હવાને શુદ્ધ કરવાનું કામ કરશે. બ્રુસમાં દરેક બિલ્ડીંગ વચ્ચે ગાર્ડન બનાવ્યા છે.

ડાયમંડ બૂર્સનું કામ 100 ટકા પૂર્ણ

આ પણ વાંચો-Surat Diamond Bourse E Auction : ડાયમંડ બુર્સની 94 ઓફિસનું ઈ ઓક્શન યોજાયું, સ્ક્વેર ફૂટ દીઠ કેટલો ભાવ ઉપજ્યો જાણો

11,000 લોકો રહ્યા ઉપસ્થિત - સુરત ડાયમંડ બૂર્સના ડિરેક્ટર મથુર સવાણીએ જણાવ્યું હતું કે, આજે અમારા 4,200 જેટલા પરિવારના 11,000 લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે રવિવારે અહીં ગણેશ સ્થાપનાની સાથે મહાઆરતી કરવામાં આવી હતી. તેમનો ઉદ્દેશ છે કે, વિશ્વભરનો બિઝનેસ સુરતમાંથી થાય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારથી બોધ મળે. આ બૂર્સ દેશને ગર્વ અપાવે તે શ્રદ્ધાભાવથી પરિવારે મહાઆરતી કરી હતી.

સુરતમાં આવેલા ડાયમંડ બુર્સ ખાતે 4,200 દિવડાની મહાઆરતી

આ પણ વાંચો-Surat Diamond Bourse: આ ડ્રિમ પ્રોજેક્ટનું સો ટકા કામ પૂર્ણ, જાણો ક્યારે થશે ઉદ્ઘાટન

વિશ્વભરમાંથી બાયર્સ સુરતની ધરતી ઉપર ઉતરી પડશે -સુરત ડાયમંડ બૂર્સના ડિરેક્ટર મથુર સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે 12,000 કરોડ રૂપિયાના ખર્ચે સુરતમાં મેટ્રોનું કામ ચાલુ કર્યું છે. તેને મેટ્રો રૂટ નામ આપવામાં આવ્યું છે. વરાછાથી સીધુ ડાયમંડ બૂર્સ લાઈન આપવામાં આવી છે. આ માટે સરકારને અભિનંદન આપીએ છીએ. આના કારણે વિશ્વભરમાંથી બાયર્સ સુરતની ધરતી ઉપર ઉતરી પડશે. જોકે, દિવાળી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન (PM Modi will inaugurate Surat Diamond Bourse) કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details