સુરત : જિલ્લાના માંગરોળ તાલુકાના શેઠીથી વેલાછા ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બ્રિજ પાણી ગરકાવ થતા લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી છતાં લોકો જીવના જોખમે આ બ્રિજ પર થી પસાર થયા રહ્યા હતા. ગામના લોકો માંગ કરી રહ્યા છે કે આ બ્રિજ પર મોટો બેરલ બ્રિજ બનાવવામાં આવે જેથી ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવે.
માંગરોળ તાલુકાના શેઠી-વેલાછાને જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ
સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે સુરતના ઉમરપાડામાં ગત્ત રાત્રીએ 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે કિમ નદી ગાંડીતુર બની હતી. કિમ નદી પર આવેલા તમામ લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા.
માંગરોળ તાલુકો કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનો મત વિસ્તાર છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં દર ચોમાસે એક જ સમસ્યા ઉદ્દભવે ભારે વરસાદને પગલે બન્ને તાલુકાઓના લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય તેથી કેટલાક ગામો સંપર્ક વિહોણા બને છે અથવા તો કેટલાક ગામોનો રસ્તો અવરજવર માટે બંધ થઈ જાય છે.
તેથી લોકો પ્રધાન ગણપત વસાવા પાસે માંગ કરી રહ્યા છે કે, લો-લેવલ જ્યાં બ્રિજ બનાવવામાં આવ્યા છે. ત્યાં મોટા બેરલ બ્રિજનું નિર્માણ કરવામાં આવે જેથી દર ચોમાસે નિર્માણ પામતી સમસ્યાનો અંત આવે.