ગુજરાત

gujarat

ETV Bharat / city

લવમેરેજના 12 વર્ષ બાદ આ દંપતીએ લીધી દીક્ષા, જાણો શું છે કારણ - Musicians from Gujarat and Mumbai

દીક્ષા પણ જુદા જુદા હેતુથી લેવાય છે. જેમાં સંસારનો મોહ ત્યજીને સંયમનો માર્ગ અપનાવો એ કઠીનની સાથે સાથે આત્મકલ્યાણનો આકરો પંથ સ્વીકારવો એ એક પ્રભુનો માર્ગ છે. એવી જ રીતો સુરતના એક દંપતી(Surat Couple Took Diksha) સુખદ જીવનનું આરંભ કર્યો હતો એ જ જીવનને સંયમના માર્ગે(Diksha Utsav in Surat) લઈ ગયા છે. આ સાથે તેમના સંતાનો પણ ગ્રહણ કરી ચૂક્યા છે.

લવમેરેજના લગ્નજીવન બાદ આ દંપતીએ લીધી દીક્ષા, શું છે આ મુમુક્ષુ બનવા પાછળનો મહિમા
લવમેરેજના લગ્નજીવન બાદ આ દંપતીએ લીધી દીક્ષા, શું છે આ મુમુક્ષુ બનવા પાછળનો મહિમા

By

Published : Jul 6, 2022, 5:14 PM IST

સુરત: 36 વર્ષની ભરયૌવન વયે એક સાથે સંસાર ત્યાગનારા મુમુક્ષુ પ્રિયાંક કિરણ વોહેરા અને મુમુક્ષુ ભવ્યતા પ્રિયાંક વોહેરાએ સુરત-વેસુ રામવિહાર મુકામે દીક્ષા ગ્રહણ કરી હતી. આ સાથે સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. અગાઉ બન્નેના સંતાનો પણ દીક્ષા લઈ ચૂક્યા છે. 12 વર્ષ પહેલા પ્રેમ લગ્ન(Love Marriage Couple ) કરનાર આ દંપત્તિ(Surat Couple Took Diksha) આજે દીક્ષા લઈ મુમુક્ષુ બની ગયા છે.

ત્રિદિવસીય મહોત્સવનું આયોજન- સુરતના અતિ વિકસિત વેસુ વિસ્તારમાં રામવિહારમાં(Ramvihar in Vesu area of Surat) દંપતિની દીક્ષા નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું(Three Day Diksha Festival) આયોજન થયું છે. અમદાવાદના આ દંપત્તિનું સુરતમાં દીક્ષા ઉત્સવ(Diksha Utsav in Surat) ભવ્ય રીતે સંપન્ન થયું હતું. આ દંપતી દીક્ષાનું નામ આપવામાં આવ્યું છે. ગુજરાત અને મુંબઇના ખ્વાતનામ સંગીતકારો(Musicians from Gujarat and Mumbai) તથા સાહિત્યકાર અને કવિ પણ આ પ્રસંગે પધાર્યા હતા.

પ્રેમ લગ્ન કરનાર આ દંપત્તિ

જીવનને સંયમના માર્ગ સાથે અપનાવ્યો - પ્રિયાંક કિરણવોહેરા અમદાવાદમાં ઉદ્યોગપતિ હતા. જ્યારે તેમની પત્ની ગ્રેહણી હતી. આજે બન્નેએ દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવ્યો છે. 12 વર્ષ પહેલા બન્ને પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓએ વિચાર્યું ન હતું કે, જે સુખદ જીવનનું આરંભ તેઓ 12 વર્ષ પહેલા એક સાથે કરી રહ્યા છે. તે જ જીવનને સંયમના માર્ગે પણ તેઓ સાથે અપનાવ્યો છે.

આ પણ વાંચો:નાઈટ કલબ અને ઓનલાઈન ગેમનો શોખીન ખુશ એન્જીનીયર બનવા માંગતો હતો, પરંતુ હવે દીક્ષા લેશે

કુલ મળીને 47 દીક્ષા થઈ - વોહેરા આ એક એવો પરિવાર છે કે, જેમાંથી અત્યાર સુધી 45 દીક્ષા થઇ ચુકી છે. દંપતી દીક્ષા સાથે કુલ મળીને 47 દીક્ષા થઈ છે. કરોડોનો કારોબાર- લાખો રુપિયાની ઉઘરાણી, અપાર વૈભવ, યૌવનવય, ચિક્કાર સુખ, સ્નેહી સ્વજનો વિગેરે બધુ છોડીને અત્યારના કાળમાં આ દંપતી દીક્ષા લે છે એ કઠિન છે. પ્રિયાંક બે ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા અને અનેક સંસ્થા સાથે સંકળાયેલા હતા. પિતાજીના આ વચનોથી પ્રિયાંક હતા. એના કરતાં વધુ મજબૂત થવા અને માત્ર ચાર જ દિવસમાં તમામ ધંધો આટોપી લીધો હતો.

અંગ્રેજીમાં બોલી શકે છે - આ દંપતીને(Lovely Married Couple from Surat) આજથી દસ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. બે સંતાનનો જન્મ થયો. બન્ને સંતાનોને જન્મથી સુસંસ્કારથી વાસિત કર્યા. ચોવિહાર-પૂજા-ઉકાળેલુ પાણી, હોટલ ત્યાગ વિગેરે અનેક સંસ્કારો સ્વયં કેળ્યા અને સંતાનોને પણ એ જ સંસ્કાર આપ્યા. સ્કૂલમાં સંતાનોને ભણાવ્યા નથી કે નથી કોઇપણ જાતના કલાસીસ કરાવ્યા, જન્માંતીરય સંસ્કારો લઇને આવેલા હતી.

આ પણ વાંચો:હીરાના વેપારીની 18 વર્ષીય દીકરીએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો

બન્ને સંતાનો ચાર ભાષાઓ બોલી શકે છે - આ બન્ને સંતાનો સુર અને સિરિને આજથી અઢી વરસ પહેલા દીક્ષા આપી. આજે દસને અગિયાર વરસના એ બન્ને નાના મહારાજ સ્કૂલમાં નહીં ભણ્યા હોવા છતાં કડકડાક સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં બોલી શકે છે. આંગળીયા વેઠે ભાતભાતનું ગણિત કરી શકે છે. તે બન્ને સંતાનોની દીક્ષા પછી પ્રિયાંક અને ભવ્વતાબહેનનો વૈરાગ્ય દૃઢ થયો છે. સતત રત્નચન્દ્રસૂરીશ્વર મહારાજ (ડહેલીવાળા)ની પ્રેરણા અને સાથે સાથે ઉદવરત્ન સૂરીશ્વરજી મહારાજની વાચના તેમજ મહારાજ મુનિ રાજદર્શન વિજયજી મહારાજ સાહેબના વડતત્વ આ દંપતી દીક્ષા લેવા માટે તૈયાર થયા હતા.

ABOUT THE AUTHOR

...view details