ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં તરુણીને ભગાડી જનાર વિધર્મીની સચિન પોલીસે ધરપકડ કરી, 50 વર્ષીય આરોપી 4 સંતાનોનો પિતા

સુરતના લાજપોર ગામમાં લવજેહાદનો કિસ્સો (Love Jihad case in Surat Lajpor ) સામે આવ્યો હતો. આ મામલામાં સચિન પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી ( Sachin Police Arrested Hameed Madhi ) લીધી છે. ચાર બાળકોનો પિતા આરોપી 50 વર્ષીય હમીદ 17 વર્ષની તરુણીને પ્રેમ જાળમાં ફસાવીને ભગાડીને લઇ ગયો હતો. આરોપીની ધરપકડ મહારાષ્ટ્રથી કરવામાં આવી છે.

સુરતમાં તરુણીને ભગાડી જનાર વિધર્મીની સચિન પોલીસે ધરપકડ કરી, 50 વર્ષીય આરોપી 4 સંતાનોનો પિતા
સુરતમાં તરુણીને ભગાડી જનાર વિધર્મીની સચિન પોલીસે ધરપકડ કરી, 50 વર્ષીય આરોપી 4 સંતાનોનો પિતા

By

Published : Oct 14, 2022, 6:45 PM IST

સુરત સુરતના લાજપોર ગામમાં લવજેહાદનો કિસ્સો ચકચારી બની ગયો હતો. જેમાં સુરતના સચિન પોલીસ મથકમાં 17 વર્ષની તરુણીના પરિવારના સભ્યોએ ફરિયાદ નોંધાવી હતી કે ચાર સંતાનોના પિતા વિધર્મી યુવકે તેમની દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને ભગાડીને (Love Jihad case in Surat Lajpor ) લઇ ગયો હતો. તરુણી ફોઈના ઘરે રહેતી હતી અને નોકરી કરતી હતી. ત્યારે આરોપી હમીદ મઢી ( Sachin Police Arrested Hameed Madhi ) રિક્ષામાં તરુણીને રોજ નોકરીએ મૂકવા જતો હતો.

હમીદ 17 વર્ષની તરુણીને પ્રેમ જાળમાં ફસાવીને ભગાડીને લઇ ગયો હતો

મિત્રની રિક્ષામાં તરુણીને રોજે નોકરી પર છોડવા જતો આરોપી હમીદને આ વિસ્તારમાં શાહરુખ ખાન તરીકે લોકો ઓળખે છે. એટલું જ નહીં આરોપી હમીદે પોતાની રીક્ષા વેચીને ઇકો કાર લીધી હતી, પરંતુ પોતાના મિત્રની રિક્ષામાં તરુણીને રોજે નોકરી પર છોડવા જતો હતો. આરોપીની બે દીકરીઓના તો લગ્ન પણ થઈ ગયા છે અને એક પુત્ર હોટલમાં કામ કરે છે. હમીદ ( Sachin Police Arrested Hameed Madhi ) વિરુદ્ધ અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો (Surat Crime News ) દાખલ કરવામાં આવ્યો હતો.

દહાણુની બસમાં પત્નીની માસીની દીકરીના ઘરે કિશોરી સાથે ગયો એસીપી ઈશ્વર પરમાર દ્વારા મુદ્દે વધુ પ્રકાશ પાડતાં જણાવાયું હતું કે, ફરિયાદ દાખલ થયા બાદ સચિન પોલીસે આરોપી અને તરુણીની શોધખોળ શરૂ કરી હતી. કિશોરીને આરોપી ફરવાના બહાને અપહરણ (Love Jihad case in Surat Lajpor ) કરી લઈ ગયો હતો. હમીદ ( Sachin Police Arrested Hameed Madhi ) તેની પત્નીના માસીની દીકરીના ઘરેથી ઝડપાયો છે. સાથે પોલીસે કિશોરીને આરોપી પાસેથી મુક્ત કરાવી છે.આરોપી કિશોરીને પહેલા પલસાણાથી બસમાં અમદાવાદ લઈ ગયો હતો અને ત્યાંથી બંને અજમેર બસમાં ગયા હતાં. ત્યાં ફરીને તેઓ અમદાવાદ આવ્યા અને અમદાવાદથી તે પાછો વડોદરા અને વડોદરાથી બુધવારે સુરત આવ્યો હતો. સુરતથી તે દહાણુની બસમાં પત્નીની માસીની દીકરીના ઘરે કિશોરી સાથે ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details