- સુરતમાં થોડા દિવસોમાં જ Looteri Dulhan ના બે શિકાર
- Looteri Dulhan એ સરથાણા રત્ન કલાકારના 4.50 લાખ ખંખેર્યા
- અગાઉના પતિ સાથે Looteri Dulhan એ 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા
સુરત : સરથાણા વિસ્તારમાં યુવક સાથે લગ્ન કરીને 2 મહિનામાં જ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ 4.50 લાખ રૂપિયાની મત્તા લઈને દુલ્હન ફરાર થઇ ગયી હતી. આ મામલે યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે લૂંટેરી દુલ્હન ( Looteri Dulhan ) ને ઝડપી પાડી છે.
મૂળ મહારાષ્ટ્રની મમતા સાથે 4 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા
સુરતના સરથાણામાં શામધામ રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ શિયોરા રત્ન કલાકાર છે. 6 મહિના પહેલા તેમના સંબંધી હરસુખના દુકાને મમતા દૌરાણી નામની મહિલા ખરીદી માટે આવતી હતી. મમતા મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની છે. મમતાએ હરસુખને કહ્યું હતું કે, "કોઈ સારો યુવક હોય તો બતાવજો લગ્નની વાત કરવી છે. એટલે હરસુખે નરેશને આ વાત કરતા નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી. ત્યારે મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યાર બાદ તે લગ્ન કરશે. નરેશ શિયોરાએ તૈયારી બતાવતા બંનેએ 4 ફેબ્રુઆરીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે મમતાની માતા અને નરેશના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સારી રીતે રહેવા લાગ્યા હતા.