ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Diamond Expo : લુઝ ડાયમંડ એક્સ્પોમાં કરોડા રૂપિયાના હિરાનો વેપાર, એક હીરાનો ભાવ જાણી ચોંકી જશો - Sale of Diamonds at Expos

વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાયએ હેતુથી અવધ યુટોપિયા ખાતે ત્રિદિવસીય લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્સ્પોનું આયોજન (Surat Diamond Expo) કરાયુ હતું. જેમાં જેમાં ત્રણ દિવસના આ એક્ષ્પોમાં લગભગ 200 કરોડથી વધુ રૂપિયાનો વેપાર હીરાવેપારીઓને મળ્યો હોવાનો (Loose Diamonds BTUB Exhibition Carats) અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Surat Diamond Expo : લુઝ ડાયમંડ એક્સ્પોમાં કરોડા રૂપિયાના હિરાનો વેપાર, એક હીરાનો ભાવ જાણી ચોંકી જશો
Surat Diamond Expo : લુઝ ડાયમંડ એક્સ્પોમાં કરોડા રૂપિયાના હિરાનો વેપાર, એક હીરાનો ભાવ જાણી ચોંકી જશો

By

Published : Jul 19, 2022, 1:48 PM IST

સુરત :હીરા નગરી સુરતમાંકેરેટ્સ સુરત ડાયમંડ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજીત લુઝ ડાયમંડ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્રિદિવસીય લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્સ્પોનું કેન્દ્રીય (Surat Diamond Expo) પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. જેમાં ત્રણ દિવસના આ એક્સ્પોમાં લગભગ 200 કરોડથી વધુ રૂપિયાનો વેપાર હીરાવેપારીઓને મળ્યો હોવાનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. આ એક્ઝિબિશનમાં ફેન્સી (Loose Diamonds BTUB Exhibition Carats) કટનો એક હીરો 1 કરોડ 32 લાખ રૂપિયામાં વેચાયો છે.

લુઝ ડાયમંડ એક્સ્પોમાં કરોડા રૂપિયાના હિરાનો વેપાર

આ પણ વાંચો :વિદેશી બાયર્સને આકર્ષવા સુરત ડાયમંડ એસોસિએશનએ કર્યું આ આયોજન

કેરેટ્સ સુરત ડાયમંડ એક્સ્પોનુંઆયોજન - વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાયએ હેતુથી સુરત ડુમસ રોડ સ્થિત અવધ યુટોપિયા ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા 15મીથી 17 જુલાઇ દરમિયાન આયોજિત ત્રિદિવસીય લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ સુરત ડાયમંડએક્સ્પોનું આયોજન (Organized Carats Surat Diamond Expo) કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય લુઝ ડાયમંડ એક્સ્પોમાં કુલ 116 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં નેચરલ માઇનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેકનોલોજી મશીન, સરીન મશીન તેમજ ડાયમંડ લેબના સ્ટોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :મને ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું દબાણ લાગ્યું જ નથી: ડાયમંડ લીગના પ્રદર્શન પર નીરજ ચોપરા

200 કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાનો અંદાજ -આ બાબતે સુરત ડાયમંડ એસો.ના માજી પ્રમુખ દિનેશ નાડિયાએ જણાવ્યું કે, લુઝ ડાયમંડ એક્સ્પોમાં આ વખતે સૌથી વધારે સ્ટોલ હતા. જેમાં ખાસ કરીને ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા ખરીદારો દ્વારા હીરાઉદ્યોગના (Sale of Diamonds at Expos) વેપારીઓને હકારાત્મક રીસ્પોન્સ આપવામાં આવ્યો છે. જેના કારણે ત્રણ દિવસના એક્સ્પોમાં 200 કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાનો અંદાજ છે. આ એક્ઝિબિશનમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણાથી બાયર્સ આવ્યા હતા. એટલું જ નહીં, એક્ઝિબિશનમાં ફેન્સી કટનો એક હીરો 1.32 કરોડમાં વેચાયો છે.

ABOUT THE AUTHOR

...view details