- સ્મશાનમાં અંતિમ વિધિ બાદ હવે મરણ દાખલા માટે પણ લાગી લાઇન
- મૃત્યુ પામેલા સ્વજનોના મરણ દાખલા મેળવવા 2થી 3 કલાક ઉભુ રહેવું પડે છે
- મરણ દાખલો ઘણી બધી કાયદાકીય પ્રવુતિઓ માટે ખુબ જ જરૂરી હોય છે
સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં હવે લોકોની લાંબી કતારો સિવાય કશું જ જોવા મળતું નથી. લોકડાઉનથી શરુ થયેલી લોકોની લાંબી કતારો આજે પણ યથાવત છે. લોકડાઉન વખતે પોતાના વતન જવા શ્રમિકો લાંબી કતારો લગાવતા હતા. ત્યારબાદ લોકો કોરોનાના ટેસ્ટીંગ કરાવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેતા હતા, બાદમાં ઇન્જેક્શન મેળવવા સવારથી લાંબી કતારોમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે લાંબી કતારો જોવા મળી હતી અને સ્વજનોની અંતિમ વિધિ માટે પણ લોકો લાંબી કતારોમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃવડોદરા મનપામાં જન્મ મરણ વિભાગમાં લોકોની લાગી કતાર, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન
સ્વજનોના મરણ દાખલા માટે પણ લોકોને લાઇનમાં ઉભુ રહેવું પડે છે
કોરોનાની મહામારીમાં સ્વજનોના મરણ દાખલા માટે પણ લોકો લાઈનમાં ઉભા રહે છે. સુરત શહેરમાં મૃત્યુ પામેલા લોકોના મરણ દાખલા માટે ઝોન ઓફિસ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. 2થી 3 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ લોકો તેઓના મૃત્યુ પામેલા સ્વજનોના મરણ દાખલા મેળવી રહ્યા છે. લોકોની મરણ દાખલા માટેની લાંબી કતારો સુરતની સ્થતિ અને કોરોનાના કહેરનો ચિતાર આપી રહી છે.
કાયદાકીય પ્રક્રિયા માટે મરણ દાખલો જરૂરી