- સુરતમાં કોરોનાના કેસમાં વધારો
- રેમડેસીવીર ઇન્જેક્શનની અછત
- મેડીકલ સ્ટોર બહાર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાબી કતારો લાગી
સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાની સારવારમાં જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શનની સુરતમાં અછત જોવા મળી રહી છે. ઈન્જેકશનને લઈને લોકોની લાંબી કતારો જોવા મળી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલા છયડા મેડીકલ સ્ટોર બહાર 200 થી વધુ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. લોકોએ જણાવ્યું હતું કે, ઈન્જેકશની અછત છે. 5 ઈન્જેકશની સામે માત્ર એક જ ઇન્જેક્શન મળી રહ્યું છે. લોકો ઇન્જેક્શન લેવા માટે બે કલાકથી પણ વધારે સમયથી લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શનના ભાવ બમણા વસૂલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકારે પૂરતા ઇન્જેક્શન ફાળવવા અને ઇન્જેક્શનના ભાવ નક્કી કરવા પણ લોકોએ અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા
ઇન્જેક્શનની કાળા બજારી થતી હોવાનો આક્ષેપ