- રેમડેસીવીર ઇન્જેક્શન માટે હોસ્પિટલની બહાર લાંબીકતાર
- સુરતમાં સર્જાઇ હતી રેમડેસીવીર ઇન્જેક્શન અછત
- લગભગ 3 કિલોમીટર લાંબી કતાર જોવા મળી
સુરત: સુરતમાં કોરોનાના દર્દીઓના ઈલાજ માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે શનિવારે લોકો લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા હતાં. સી.એમ વિજય રૂપાણીએ જાહેરાત કરી દીધી હતી કે ઈન્જેકશની અછત નહીં સર્જાઈ પરંતુ ત્યારબાદ પણ સુરતની સ્થિતિ સુધરી નથી. સિવિલ હોસ્પિટલ બહાર પણ બે દિવસ પહેલા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. તો બીજી તરફ ભાજપે કાર્યાલયથી પણ ઈજેક્શનનું વિતરણ શરુ કર્યું હતું. જો કે ભાજપે 1,000 ઈજેક્શનની વહેંચણી કર્યા બાદ બંધ કરી દીધું હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુરતની કિરણ હોસ્પિટલને 10,000 નંગ રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી
એરલિફ્ટ કરીને સુરત પહોંચાડાશે રસી
સુરતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેમડેસીવીર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા આસામના ગૌહાટીથી એર લિફ્ટ કરીને પહોચાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેકટરને 2,500 રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. આ સમાચાર મળતા જ લોકો ઇન્જેક્શન આવી પહોંચ્યા હતાં અને હોસ્પિટલની બહાર સવારથી જ લાંબી કતારો લગાવી હતી.
વધુ વાંચો:કોરોના કાળમાં ડૉક્ટર્સની માનવતા, સ્ટાફે દિકરાની જેમ વૃદ્ધાની સેવા કરી