રૂપાલાએ પ્રહાર કર્યા કે, લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ભારે દુવિધામાં છે. શરદ પવારના નિવેદન બાદ સ્પષ્ટ થયું છે કે, હાલ સુધી કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ પ્રવકતાએ ટિપ્પણી કરવા આગળ આવ્યું નથી અને રાહુલજી વડાપ્રધાનની રેસમાં નથી.
રાહુલજી વડાપ્રધાનની રેસમાં નથી: પરસોત્તમ રૂપાલા - SUR
સુરત: ભાજપના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન સહિતના નેતાઓની ઉપસ્થિતીમાં વરાછા ખાતે ભાજપની સભા યોજાય. સભા દરમિયાન કેન્દ્રીય કેબિનેટ પ્રધાન પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.
વરાછા સ્થિત સભા પૂર્ણ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં રૂપાલાએ કહ્યું કે, મેં મારી જિંદગીમાં આજે, કાલે અને અગાઉ ક્યારેય પણ કોંગ્રેસ અને પેશાબ શબ્દને સાથે જોડીને મારુ નિવેદન હોય ન શકે. મારી પાસે ભાષાના પૂરતા શબ્દ છે. મારે હલકા નિવેદન કરવામાં પણ કોઈ રુચિ નથી. મારા માટે કોંગ્રેસ જે આક્ષેપો કરે તેને મુબારક છે. તેના આક્ષેપો અંગે મારે કોઈ સ્પષ્ટ કરવુ નથી.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારના સભ્યો ભાજપ અને કોંગ્રેસમાં જોડાયા છે, તે અંગે રૂપાલાએ કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપમાં અત્યારે જોડાવાની સિઝન ચાલી રહી છે. વ્યક્તિને જે પાર્ટીના સિદ્ધાંત યોગ્ય લાગે છે તે લોકો પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.