ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોપીપુરા મોટી છીપવાડમાં 4 મહિનાથી રોડ ન બનતા સ્થાનિકોએ નગરસેવકોના વિરોધમાં બેનર લગાવ્યા - વોટ માગવા આવવું નહીં

સુરત મહાનગપાલિકા જાણે લોકોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે તેવું લાગી રહ્યું છે. કારણ કે, સુરતમાં ગોપીપુરા મોટી છીપવાડમાં 4 મહિનાથી રોડ બન્યો નથી, જેના કારણે લોકોએ સ્થાનિક નગરસેવકોનો વિરોધ કર્યો છે. લોકોએ નગરસેવકાનો વિરોધમાં બેનર લગાવ્યા હતા.

ગોપીપુરા મોટી છીપવાડમાં 4 મહિનાથી રોડ ન બનતા સ્થાનિકોએ નગરસેવકોના વિરોધમાં બેનર લગાવ્યા
ગોપીપુરા મોટી છીપવાડમાં 4 મહિનાથી રોડ ન બનતા સ્થાનિકોએ નગરસેવકોના વિરોધમાં બેનર લગાવ્યા

By

Published : Jun 5, 2021, 9:33 AM IST

  • સુરત મહાનગરપાલિકા પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ
  • ગોપીપુરા મોટી છીપવાડમાં સ્થાનિકોએ વિરોધ કર્યો
  • 4 મહિનાથી રોડ ન બનતા સ્થાનિકોએ નગરસેવકોનો કર્યો વિરોધ
  • સ્થાનિકોએ નગરસેવકોનો વિરોધ કરતા બેનરો લગાવ્યા

સુરતઃ ગોપીપુરા મોટી છીપવાડમાં 4 મહિનાથી રોડ નથી બન્યો. અનેક વાર રજૂઆત છતાં નગરસેવકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાંભળતા જ નથી. એટલે સ્થાનિકોએ કંટાળીને નગરસેવકોના વિરોધમાં બેનર લગાવ્યા હતા, જેમાં 'વોટ આપીને ભૂલ કરી છે' લખવામાં આવ્યું હતું. આ સાથે જ વિસ્તારમાં હવે વોટની ભીખ માગવા આવું નહીં, તમે પણ રોડની જેમ ખાડે જ ગયા છો આવા વાક્યોનો ઉલ્લેખ બેનરમાં જોવા મળ્યો હતો.

સ્થાનિકોએ નગરસેવકોનો વિરોધ કરતા બેનરો લગાવ્યા

આ પણ વાંચો-સુરતના સોની ફળિયામાં બિસ્માર રોડથી કંટાળી સ્થાનિકો અને દુકાનદારોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો


ચોમાસા પહેલા વિરોધ કર્યો

હવે ચોમાસાની તૈયારી છે ત્યારે પ્રિ-મોનસૂન પહેલાં જ સોની ફળિયા વિસ્તારના લોકોએ રોડને લઈ પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી છે. પાણીની ભીંત સુધીના રોડને લઈ નાના વેપારીઓએ સવારથી સાંજ સુધી બ્લેક ડે મનાવવાનું નક્કી કરી હાથ પર કાળી પટ્ટી પહેરી પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીનો વિરોધ કર્યો હતો. રોડ મુદ્દે વેપારીઓની આ લડતમાં સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓ પણ જોડાયા હતા અને હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો.

કોઈએ પણ વોટ માગવા આવવું નહીંઃ સ્થાનિકો


આ પણ વાંચો-લાખણીના ધુણસોલ ગામના રોડ બિસ્માર થતા સ્થાનિકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો

કોઈએ પણ વોટ માગવા આવવું નહીંઃ સ્થાનિકો

બીજી તરફ ગોપીપુરા મોટી છીપવાડમાં ચાર મહિનાથી રોડ ન બનતા સ્થાનિક નગરસેવકોના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે. વોર્ડ નંબર- 13 ગોપીપુરા વિસ્તારના ચારેય કોર્પોરેટરોના ફોટા સાથે બેનર લાગી ગયા છે. આ બેનરમાં લખાયું છે કે, અમે તમને વોટ આપીને ભૂલ કરી છે. હવે આ વિસ્તારમાં વોટની ભીખ માગવા આવવું નહીં. કારણ છેલ્લા 4 મહિનાથી રોડ બન્યો નથી અને આગામી દિવસોમાં વરસાદ આવી રહ્યો છે તેમ છતાં આ વિસ્તારનું કામ થયું નથી. તમો પણ રોડની જેમ ખાડે ગયા છો.

ABOUT THE AUTHOR

...view details