- મિલોમાંથી નીકળતા કાળા ધુમાડાના કારણે કાળા રંગના રજકણોનો ત્રાસ
- ચૂંટાયેલા નેતાઓ ફરકતા પણ ન હોવાથી આ વખતે એક પણ જૂના નેતાને વોટ નહીં
- દિવસ દરમ્યાન ઘરે રહેતી મહિલાઓને સૌથી વધુ હેરાનગતિ
સુરતના વોર્ડ નં. 28માં ઔદ્યોગિક પ્રદૂષણથી સ્થાનિકો પરેશાન, ચૂંટાયેલા નેતાઓ ફરકતા પણ નથી - upcoming elections in gujarat
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દર વખતે પાણી, રોડ અને ડ્રેનેજ જેવી સમસ્યાઓ સામે આવતી હોય છે. જે ચૂંટણીનો મુદ્દો બનતો હોય છે. પરંતુ સુરતના વોર્ડ નંબર. 28માં આ વખતે ચૂંટણીનો મુદ્દો ઔદ્યોગિક વિસ્તારમાંથી આવતા પ્રદૂષણનો છે. કાળા રંગના રજકણોના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મહિલાઓ દિવસમાં ચારથી પાંચ વખત સાફસફાઈ કરતી હોવા છતા રજકણોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠી છે.
![સુરતના વોર્ડ નં. 28માં ઔદ્યોગિક પ્રદૂષણથી સ્થાનિકો પરેશાન, ચૂંટાયેલા નેતાઓ ફરકતા પણ નથી સુરતના વોર્ડ નં. 28માં ઔદ્યોગિક પ્રદૂષણથી સ્થાનિકો પરેશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10542312-thumbnail-3x2-surat.jpg)
સુરત: સુરતનાં વોર્ડ નંબર 28માં પાંડેસરા વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તારમાં પાંડેસરા જીઆઇડીસી છે. શહેરના મધ્યમાં આવેલ જીઆઇડીસીના કારણે આસપાસના વિસ્તારમાં લોકોને પ્રદૂષણના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જીઆઇડીસીના ખાસ બાજુમાં આવેલ સોસાયટીઓમાં મિલોમાંથી નીકળતા કાળા ધુમાડાના કારણે કાળા રંગના રજકણ મકાનો પર જામી જાય છે. એટલું જ નહિ આ રજ કણ ના કારણે વાસણો પણ ખરાબ થઈ જતા હોય છે. મહિલા ઓ દિવસ દરમિયાન અનેકવાર ઝાડુ પોતા કરતી હોય છે. આવી પરિસ્થિતિમાં જ તેઓ છેલ્લા દસ વરસથી રહ્યા છે. આ 10 વર્ષ દરમિયાન અનેકવાર ચૂંટણી આવી અને ગઈ પરંતુ આશ્વાસન બાદ પણ તેમની આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.