ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકાર દ્વારા પશુઓની ગણતરી, સુરત ગ્રામ્યમાં 5.41 પશુધન, માંડવી તાલુકામાં સૌથી વધુ ભેસો - સુરત પશુધન સમાચાર

રાજ્ય સરકાર (State Government) દર 5 વર્ષે પશુધનની ગણતરી (Livestock count) કરવામાં આવે છે. ત્યારે આ ગણતરી અંતર્ગત સુરત ગ્રામ્યમાં (Surat Rural) 5,41,030 જેટલું પશુધન હોવાનું સામે આવ્યું છે. આમાંથી સૌથી ઓછા પશુ ચોર્યાસી (Choryasi Taluka) અને સૌથી વધુ પશુ માંડવી તાલુકામાં (Mandavi Taluka) નોંધાયા હતા.

સુરત ગ્રામ્યમાં 5.41 લાખનું પશુધન, સૌથી વધુ પશુ માંડવી તાલુકામાં, રાજ્ય સરકારની ગણતરીમાં સામે આવી માહિતી
સુરત ગ્રામ્યમાં 5.41 લાખનું પશુધન, સૌથી વધુ પશુ માંડવી તાલુકામાં, રાજ્ય સરકારની ગણતરીમાં સામે આવી માહિતી

By

Published : Nov 10, 2021, 9:58 AM IST

  • માંડવી તાલુકામાં સૌથી વધુ પશુ છે
  • સૌથી ઓછા પશુ ચૌર્યાસી તાલુકામાં છે
  • મહુવા તાલુકામાં 48,849 ગાય, માંડવી તાલુકામાં 43,156 ભેંસ ગણતરીમાં મોખરે

સુરતઃ રાજ્ય સરકાર દર 5 વર્ષે પશુધનની ગણતરી (Livestock count) કરે છે. તે અંતર્ગત 20મી પશુધનની ગણતરી (Livestock count) તાજેતરમાં પૂર્ણ થઈ છે. તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો (Farmers of Rural Areas) ખેતીની સાથે ગાય, ભેંસ જેવા પશુઓ પાળીને પૂરક આવક મેળવતા હોય છે. રાજ્ય સરકાર (State Government) દ્વારા લોકોનું જીવનધોરણ (Standard of living) ઉંચુ લાવવા અનેક યોજનાઓથી તેમને સહાય આપવામાં આવે છે. જેમ કે, માનવ સંચાલિત ચાફકટર, ખાણદાણ સહાય, દૂધાળા પશુઓના ફાર્મ સ્થાપના માટેની સહાય, ઓટોમેટિક મિલ્ક કનેકશન મશીનની સહાય તથા આદિવાસી ખેડૂતોને ગાય આપીને તેમનું જીવનધોરણ ઉંચુ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ, સુરત જિલ્લામાં પશુઓના કારણે દૂધના ઉત્પાદનમાં પણ ઘણો વધારો થયો છે.

આ પણ વાંચો-સાબર ડેરી દ્વારા પશુધન માટેનો કેટલ ફીડ પ્લાન્ટ સ્થપાશે

નગરપાલિકા અને તાલુકામાં પશુની ગણતરી કરાઈ

જિલ્લાના તાલુકાઓમાં પશુઓની વાત કરીએ તો, બારડોલી તાલુકામાં (Bardoli Taluka) 1,021 બળદ અને 16,819 ગાય, 14,947 ભેંસ, 786 પાડા, 4,535 બકરી અને 1,048 બકરા તથા 720 ઘેંટા મળી કુલ 39,511 પશુ, જયારે બારડોલી નગરપાલિકામાં (Bardoli Municipality) 1,077 ગાય અને 123 બળદ, 1,033 ભેંસ, 118 પાડા, 517 બકરી, 3 બકરા મળી કુલ 2,871 પશુ છે. આમ નગરપાલિકા અને તાલુકામાં મળી કુલ 42,382 પશુની ગણતરી કરવામાં આવી છે.

માંડવીમાં ભેંસની સંખ્યા સૌથી વધુ છે

તો માંડવી તાલુકામાં (Mandavi Taluka) 3,295 બળદ, 40,514 ગાય, 41,241 ભેંસ અને 1,010 પાડા. જ્યારે 1,664 બકરી, 434 બકરા, 155 ઘેંટા અને 296 ઘેટા ઉપરાંત માંડવી નગરપાલિકામાં (Mandavi Municipality) 1,321 ગાય, 73 બળદ, 1,915 ભેંસ અને 31 પાડા, 59 બકરી આમ તાલુકા અને નગરપાલિકામાં કુલ 92,008 પશુ નોંધાયા છે.

ચોર્યાસી તાલુકામાં ગાય સૌથી વધુ છે

તો આ તરફ ચોર્યાસી તાલુકામાં (Choryasi Taluka) કુલ 279 બળદ અને 5,176 ગાય છે. જ્યારે 12,698 ભેંસ અને 416 પાડા, 234 ઘેટા(M) અને 486 ઘેટા(F), બકરા 1,426 અને 3,441 બકરી મળી કુલ 24,156 પશુઓની નોંધણી કરવામાં આવી છે. કામરેજ તાલુકામાં કુલ 6,147 બળદ અને 24,971 ગાય, 33,171 ભેંસ અને 3,215 પાડા, 3,295 બકરી, 539 બકરા, જ્યારે 42 ઘેટા અને 267 ઘેટા મળી કામરેજ તાલુકામાં (Kamrej Taluka) કુલ 71,647 જેટલા પશુ નોધાયા છે.

આ પણ વાંચો-ગૌમાતાથી આપણને ઘણા ફાયદા છે તેમ જ ઉપયોગી છે, રાષ્ટ્રીય પશુ જાહેર થવી જોઈએ : દિલીપદાસજી

મહુવા તાલુકામાં સૌથી વધુ ગાય છે

મહુવા તાલુકામાં (Mahuva Taluka) કુલ 1,789 બળદ, 48,849 ગાય, 22,571 ભેંસ અને 758 પાડા છે. જ્યારે 3,534 બકરી, 1,088 બકરા, ઘેટા 2 અને 6 ઘેટાઓ મળી કુલ 78,597 પશુ નોંધાયા છે. માંગરોળ તાલુકામાં 5,230 બળદ, 28,927 ગાય, 36,313 ભેંસ અને 1,201 પાડા છે. જ્યારે 7,772 બકરી અને 2,497 બકરા તથા 69 ઘેટાઓ મળી કુલ 82,009 જેટલા પશુ નોંધાયા છે.

ઓલપાડ તાલુકાની સ્થિતિ

ઓલપાડ તાલુકામાં (Olpad Taluka) કુલ 1,574 બળદ, 13,204 ગાય, 20,862 ભેંસ અને 792 પાડા છે. તેમ જ 7,123 બકરી, 1,780 બકરા, 175 ઘેટા અને 611 ઘેટા મળી કુલ 46,121 પશુ નોંધાયા છે. પલસાણા તાલુકામાં 329 બળદ, 12,990 ગાય, 12,652 ભેંસ અને 377 પાડાઓ છે. જયારે 2,649 બકરી, 743 બકરા, 1,309 ઘેટ મળી કુલ 31,049 પશુઓ છે.

મહુવા તાલુકામાં 48,849 ગાય, માંડવી તાલુકામાં 43,156 ભેંસ ગણતરીમાં મોખરે

ઉમરપાડા તાલુકાની સ્થિતિ

ઉમરપાડા તાલુકામાં (Umarpada Taluka) 9,453 બળદ, 37,727 ગાય, 22,011 ભેંસ અને 257 પાડા છે. જ્યારે 348 બકરા, 3,608 બકરી મળી તાલુકામાં કુલ 73,416 જેટલા પશુઓ નોંધાયા છે. આમ જિલ્લાના તાલુકાઓમાં કુલ 29,313 બળદ, 2,31,575 ગાય, 2,19,414 ભેંસ, 8,961 પાડા, 3,664 ઘેટા, બકરા 10,432 અને 48,103 બકરીઓ મળીને પશુઓની સંખ્યા 5,41,030 થઈ છે.

ABOUT THE AUTHOR

...view details