સુરત: પોતાના પરિવારની ચિંતા છોડીને માંડવીના 2500થી વધુ હેક્ટર જંગલ (mandvi khodamba round forest)નું રક્ષણ જાંબાઝ શેરનીઓ કરી રહી છે. આ જાંબાઝ શેરનીઓ (Lioness Of Mandvi Forest) 24 કલાક ખડેપગે રહી ફરજ બજાવે છે. વાત જંગલના દીપડાની હોય, ઝેરી સાપોની કે વન સંરક્ષણની કે પછી લાકડાચોર વિરપ્પનને પકડવાની, તેઓ હરહંમેશ ફરજ માટે તૈયાર રહે છે.
આ જંગલમાં અનેક લાકડાચોર સક્રિય
સુરત જિલ્લાના છેવાડે આવેલા માંડવી (mandvi forest surat) અને ઉમરપાડા તાલુકાઓ જંગલમાં વસેલા તાલુકાઓ છે. આજે પણ આ વિસ્તારમાં હજારો હેક્ટર જંગલઅસ્તિત્વમાં છે. જંગલમાં વન્યજીવ તેમજ કિંમતી ઈમારતી લાકડાઓ (Precious woods in mandvi forest)ની ભરમાર છે, જેટલું કિંમતી જંગલ છે એટલા જ સક્રિય લાકડાચોર વિરપ્પનો. તેમજ વન્ય જીવોના શિકારીઓ પણ છે, પરંતુ આ જંગલનું રક્ષણ જાંબાઝ મહિલા વન કર્મચારીઓ (Women forest personnel mandvi) કરી રહી છે. આમ તો માંડવીનું જંગલ 15000થી વધુ હેક્ટરમાં ફેલાયેલું છે, પરંતુ માંડવી રેંજ વન વિભાગ (mandvi range forest department)ના ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટ (khodamba round forest department)માં 2500થી વધુ હેક્ટર જંગલ છે.
વન વિભાગને લગતી તમામ બાબતોમાં નિપુણ
આ 2500થી વધુના હેક્ટરના જંગલના રક્ષણ માટે ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટ 1 અને 2 વિભાગ પાડવામાં આવ્યા છે અને બંને રાઉન્ડમાં ફક્ત મહિલા વનકર્મી ખડેપગે રક્ષણ કરી રહી છે. આ તમામ મહિલા વનકર્મીઓ પોતાના પરિવારની ચિંતા છોડીને વન વિભાગને લગતી તમામ બાબતોમાં નિપુણ છે, પછી એ દીપડા પકડવાની વાત હોય કે સાપ પકડવાની વાત હોય. જંગલની કિંમતી સંપત્તિની વાત હોય કે રાત્રી પેટ્રોલિંગ (Night patrolling in mandvi forest)ની. આ મહિલાઓ 24 કલાક ખડેપગે જંગલની સુરક્ષામાં તહેનાત છે.
દીપડાને ગ્રામજનોના ચુંગલમાંથી છોડાવ્યો
વન વિભાગની શેરનીઓ માથે 2500 હેક્ટરના ખોડંબા (madharkui village khodamba)ના જંગલની જવાબદારી છે. આ મહિલાઓ એકલા હાથે તમામ જવાબદારીને બખૂબી નિભાવી રહી છે. માંડવી તાલુકાના મધરકૂઈ ગામે જ્યારે માનવભક્ષી દીપડાએ બાળકીને મોતને ઘાટ ઉતારી હતી અને ત્યારબાદ પીંજરામાં જ્યારે દીપડો પકડાયો હતો ત્યારે ગ્રામજનોએ દીપડાને મારી નાંખવા જે ઉત્પાત મચાવ્યો હતો, ત્યારે દીપડાને ગ્રામજનોના ચુંગલમાંથી છોડાવી સલામત ગામ બહાર લઇ જવામાં આ મહિલાઓની ભૂમિકા મહત્વની હતી.