- લિંબાયત પોલીસે આરડીનગર રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી
- રીક્ષાની તપાસ કરતા તેમાંથી બે છરા, ત્રણ પડીકીમાં મરચાંની ભુકી, બે પાઈપ મળી આવ્યા
સુરત: લિંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા માટે ભેસ્તાન અને ઉનથી રિક્ષામાં ટોળકી આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે આરડીનગર રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી. ત્યાં રિક્ષામાં ટોળકી આવતા પોલીસે તેમને પકડી લીધા હતા. પોલીસે રીક્ષાની તપાસ કરતા તેમાંથી બે છરા, ત્રણ પડીકીમાં મરચાંની ભુકી, બે પાઈપ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આ તમામે પોતાનું નામ આરિફ ઉર્ફ ચા-પાવ ઇકબાલ ખાન પઠાણ, શાકીર ઉર્ફ સરકીટ રફીક શેખ, અશરફ ચાંદખાન પઠાણ, જાકિર ઉર્ફ રાધુ ફકિર મોહમદ પઠાણ અને મોહમદ ઇમરાન ઉર્ફ મામુ મોહમદ ઇકબાલ હિંગદોરા છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ રિક્ષામાં પેસેન્જરોને બેસાડતા હતા.