સુરત: RTOમાંથી બારોબાર લાયસન્સ કાઢવાનું કૌભાંડ (Licensing Scam In Surat) બહાર આવ્યું છે. આ ઘટનામાં પોલીસે 3 એજન્ટ સહિત 4 લોકોની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આમાંથી એક વ્યક્તિનો કોરોના (Corona In Surat) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી કે, RTO કચેરીમાંથી કુલ-10 ઉમેદવારોના પાકા લાયસન્સ મેળવવા માટે પૂર્વ આયોજિત કાવતરૂ રચવામાં આવ્યું હતું.
4 લોકોની ધરપકડ કરવામાં આવી
RTO કચેરીની જરૂરી એવી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા (RTO Registration Process) કર્યા વિના, ટેસ્ટ આપવા માટે જરૂરી એવા વાહનની વિગત, તે વાહનનો રજિસ્ટ્રેશન નંબર, 4 તબક્કાના વિડીયો જેવી બાબત, ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક (automated driving test track)ના સર્વર ઉપર ટેસ્ટ આપ્યા વગર સુરત RTO કચેરીની કોમ્પ્યુટર સીસ્ટમમાં તેઓની પરવાનગી વગર ગેરકાયદેસરરીતે પ્રવેશ કરીને અને સીસ્ટમ સાથે ચેડા કરીને બારોબાર લાયસન્સ શાખા (સારથી શાખા) (License Branch Surat)માં ઉમેદવાર પાસ થયા અંગેનો ડેટા પુશ કરી ગેરકાયદેસર રીતે RTO કચેરી દ્વારા આપવામાં આવતા લાયસન્સ બનાવવાની કાર્યવાહી કરાવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે.
4 તબક્કાના વિડીયો તેમજ ટેસ્ટના સર્વર વગર જ સીસ્ટમ સાથે ચેડાં
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું, જે RTO કચેરીમાંથી નિયમ ભંગ કરીને ગેરકાયદે લાયન્સ ઇશ્યુ કરવાની ફરિયાદ મળી હતી, જે મામલે ગુનો નોંધી તપાસ કરવામાં આવી હતી. વર્ષ 2021માં અલગ-અલગ તારીખે 10 લાયસન્સ નિયમ વિરુદ્ધ એટલે કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વગર - ટેસ્ટ વગર અને વાહનની વિગત વગર જ 4 તબક્કાના વિડીયો તેમજ ટેસ્ટના સર્વર વગર જ સીસ્ટમ સાથે ચેડાં કરી લાયન્સ શાખામાંથી ઉમેદવાર પાસ થયાના ડેટા પુશ કરી લાયસન્સ ઈશ્યુ કરાયા હતા.