સુરત: શહેરની સાડીઓ (Income of Surat models) દેશ- વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ અહીં જે સાડીઓ જે મોડલોએ પહેરેલી જોવા મળતી હોય છે તે કોઈ પ્રખ્યાત મોડલ નહીં પરંતુ સ્થાનિક મોડેલ હોય છે. એટલું જ નહીં એક મોડલ દિવસ દરમિયાન 200થી 300 જેટલી સાડીઓ માટે મોડલિંગ (Modeling of Surat saris) કરતી હોય છે. એટલે કે દસ મિનિટમાં એક સાડીનું મોડલિંગ આ મોડેલ દ્વારા કરવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીમાં માત્ર ગુજરાતી મોડલ નહીં પરંતુ રાજસ્થાન, બિહાર અને યુપીની યુવતીઓ પણ રોજગારી મેળવે છે.
સુરત ટેક્સટાઈલ ઉદ્યોગની મોડલ એક દિવસની કેટલી કમાણી કરે છે, જાણો... આ પણ વાંચો: Saree In A Match Box : તેલંગાણાના વણકરે બનાવી માચિસ બોક્સમાં સમાઇ જતી સાડી, જાણો મહેનતનું મૂલ્ય
સ્વપ્ન સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પૂર્ણ કરી શકશે
મૂળ બિહારની અને સુરતમાં રહેતી પ્રિયા તિવારીએ (Surat textile industry model) જણાવ્યું હતું કે, તે મધ્યમ પરિવારથી આવે છે અને પરિવારની સ્થિતિ એટલી સારી નહોતી કે તે કોલેજમાં ભણી શકે. નાનપણથી જ એક્ટિંગ અને મોડલિંગ કરવા માંગતી હતી પરંતુ કદ નાનું હોવાને કારણે તે એક્ટિંગ કરી શકી નહોતી. તેની માતાને ખબર પડી કે તેનું સ્વપ્ન સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પૂર્ણ કરી શકશે, કારણ કે અહીં રોજે મોટી સંખ્યામાં સાડીઓ માટે મોડેલિંગ થતું હોય છે. આ સાંભળીને તે આ ઉદ્યોગ સાથે સંકળાયા અને રોજે 250 જેટલી સાડીઓ માટે મોડલિંગ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તે રોજની 10થી 15 હજાર સુધીની કમાણી કરે છે.
સુરતમાં જ કાપડ ઉદ્યોગમાં સાડીઓ માટે મોડલિંગ આ પણ વાંચો: Bollywood Actress Urvashi Rautela 58 લાખની સાડી પહેરી કોના પ્રસંગમાં પહોંચી?
સુરતમાં જ કાપડ ઉદ્યોગમાં સાડીઓ માટે મોડલિંગ
મૂળ રાજસ્થાનની રાજપુત સોનલે જણાવ્યું હતું કે, તે અગાઉ મુંબઈમાં રહેતી હતી અને પારિવારિક કારણોસર તે સુરત આવીને રહેવા લાગી હતી. મોડલિંગ ક્ષેત્રે જવા માંગતી હતી અને તે દરમિયાન ખબર પડી કે સુરતમાં જ કાપડ ઉદ્યોગમાં સાડીઓ માટે મોડલિંગ થાય છે. તેણીએ જણાવ્યું હતું કે દિવસે બસોથી અઢીસો જેટલી સાડીઓનું મોડલિંગ તે કરે છે અને 15 હજારથી વધુની કમાણી પણ કરે છે. મુંબઈમાં સ્ટ્રગલ વધારે છે અને લોકો ગેરલાભ પણ લેતા હોય છે પરંતુ સુરતમાં આવી પરિસ્થિતિ નથી. અહીં મહેનત કરીને જ લોકો આગળ આવે છે. તે છેલ્લા સાત વર્ષથી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે.
સુરતમાં જ કાપડ ઉદ્યોગમાં સાડીઓ માટે મોડલિંગ ઓનલાઈનના માધ્યમથી લોકો તસવીર જોઈને સાડીઓ પસંદ કરતા હોય છે
સુરતના કાપડ ઉદ્યોગમાં આ ઇન્ડસ્ટ્રી છેલ્લા ઘણા વર્ષથી કાર્યરત છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા બંસીલાલ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી તેઓ કાપડ ઉદ્યોગમાં સાડીઓના પ્રચાર માટે મોડલિંગ ધરાવે છે. અહીં 40 રૂપિયાથી લઈને 150 રૂપિયા પ્રતિ સાડી મોડલને મોડલિંગ માટે આપવામાં આવે છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોની યુવતી આ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. સુરતમાં સો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીની સાડીઓ તૈયાર થતી હોય છે. જે દેશના અન્ય રાજ્યોમાં જાય છે. કેટલોગ અને ઓનલાઈનના માધ્યમથી લોકો તસવીર જોઈને સાડીઓ પસંદ કરતા હોય છે અને આ કારણે જ આ મોડલો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.