- ખેલાડીઓને એક જગ્યાએ તમામ ટ્રીટમેન્ટ આપવા સેન્ટર શરૂ કરાયું છે
- શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાં સેન્ટર શરૂ
- રમતવીરો અને સ્પોર્ટ્સ પર્સન માટે સબસિડી પેકેજો
સુરત : ટોક્યો ઓલમ્પિકમાં પ્રથમવાર ગુજરાતના છ જેટલા એથ્લસીટ્સ ગયા છે. ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અને ઇજાઓ બાદ તેઓ ઓછા સમયમાં સાજા થઇ ફરીથી રમી શકે, આ માટે શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, સુરત દ્વારા દક્ષિણ ગુજરાતમાં પહેલુ ઓર્થોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર(Orthoscopy and Sports Injury Center) શરૂ કરવામાં આવ્યુ છે.
પ્રથમ ઓર્થોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર આ પણ વાંચો- જસદણમાં 9 કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલ અને પશુ દવાખાનું થશે તૈયાર
કબડ્ડીના ખેલાડીઓ આ સેન્ટર થકી સાજા થઇ રમવા જઇ રહ્યા છે
ખેલાડીઓને એક જગ્યાએ તમામ ટ્રીટમેન્ટ આપવા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ ખાસ ટ્રીટમેન્ટના કારણે યુનિવર્સિટીના રાજ્યસ્તરના કબડ્ડીના ખેલાડી સપ્તાહમાં સાજા થઇ કબડ્ડી રમવા માટે ફિટ થઇ ગયા છે.
ડો. મનિષ એક અનુભવી સિનિયર કન્સલ્ટન્ટ છે
ઓર્થ્રોસ્કોપી અને ઓર્થ્રોપ્લાસ્ટીના કન્સલ્ટન્ટ ડો.મનિષ સૈની સ્પોર્ટ્સ ઇન્જરીના સ્ટેટ ઓફ ધી ડિપાર્ટમેન્ટની આગેવાની કરશે. આ વિભાગને ક્વોલિફાઇડ ફિઝિયોથેરાપિસ્ટ અને પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા સપોર્ટ કરવામાં આવશે. ડો. મનિષ એક અનુભવી સિનિયર કન્સલ્ટન્ટ છે, જે સ્પોર્ટ્સ ઇન્જરીની સારવાર માટે ફિફા દ્વારા પ્રમાણિત છે. તેમણે 5000થી વધુ ઓર્થ્રોસ્કોપી અને ઓર્થ્રોપ્લાસ્ટી પ્રક્રિયાઓ કરી છે, સ્પોર્ટ્સ ઇન્જરીના 4200થી વધુ દર્દીઓની સારવાર કરી છે.
દક્ષિણ ગુજરાતનું પ્રથમ “સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર”
- એથ્લેટિક પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું
- ડિમાન્ડ ઓરિએન્ટેડ ફિઝિયોથેરાપી પર ધ્યાન કેન્દ્રિત કરવું
- પ્રારંભિક સારવાર અને વ્યક્તિગત ટ્રેનર થેરાપી પર ધ્યાન કેન્દ્રિત કરવું
- રમતવીરો અને સ્પોર્ટ્સ પર્સન માટે સબસિડી પેકેજો
- કોલેજો અને સંસ્થાઓના સહયોગથી સોશિયલ મીડિયા પર શૈક્ષણિક પ્લેટફોર્મ પ્રદાન કરવું
સ્વસ્થ જીવનશૈલીના મહત્વને પ્રોત્સાહન આપશે
આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સ્પોર્ટ્સ અને ઓર્થોપેડિક ઇજાઓની સારવાર કરવામાં આવશે. "સ્પોર્ટસ ઇન્જરી સેન્ટર" સ્વસ્થ જીવનશૈલીના મહત્વને પ્રોત્સાહન આપશે. કોલેજો અને સંસ્થાઓના સહયોગથી સોશિયલ મીડિયા પર શૈક્ષણિક મંચ પ્રદાન કરવામાં આવશે. ખેલાડીઓને સર્જરી અંગે તમામ માહિતી આપવામાં આવશે. સાથે તેમને તેમની રમત અનુસાર ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ અપાશે. ખેલાડીઓની ન્યુટ્રિશિયન ચાર્ટ સહિતની તમામ બાબતો અંગે ડે ટુ ડે મોનીટરીંગ કરવામાં આવશે.
આ પણ વાંચો- ટ્રેનિંગ કેમ્પ માટે ઉત્સાહી છે દિલ્હી કેપિટલ્સ, IPL GCની બેઠક બાદ નિર્ણય લેવાશે
12 માસમાં જ તે કબડ્ડી રમવા માટે ફિટ થઈ ગયો
હાલ આ પદ્ધતિથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી અને કબડ્ડીના ખેલાડી અલ્પેશ બારીયાની ગયા વર્ષે માર્ચ મહિનામાં કબડ્ડીમાં સિલેક્શન દરમિયાન ઈન્જરી થઈ હતી, ત્યારે તેણે વિચાર્યું હતું કે, હવે તે ક્યારે કબડ્ડી ફરી રમી શકશે, પરંતુ આ ખાસ પ્રકારની પ્રોસિઝર અને ટ્રીટમેન્ટ બાદ માત્ર 12 મહિનામાં જ તે કબડ્ડી રમવા માટે ફિટ થઈ ગયો છે.