ગુજરાત

gujarat

ETV Bharat / city

Murder: સુરતના સચિન વિસ્તારમાં બે ભાઈ પર ચાકુથી હુમલો, એકનું મોત

સુરતના સચિન વિસ્તારમાં સાઈનગર સોસાયટીમાં મોડી રાત્રે ભાઈ જોડે ઝઘડો કરનાર વ્યક્તિએ બે ભાઈઓને ચાકુના ઘા માર્યા હતાં. તેમાંથી એક ભાઈનું ઘટનાસ્થળે મોત (Murder) નીપજ્યું હતું. સચિનમાં હત્યાની ઘટના બનતા સચિન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનામાં ભોગ બનનાર અને આરોપી આપસમાં પારિવારિક સંબંધો ધરાવે છે અને મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસીઓ છે જેઓ રોજગારી માટે સુરત આવ્યાં છે.

Murder: સુરતના સચિન વિસ્તારમાં બે ભાઈ પર ચાકુથી હુમલો, એકનું મોત
Murder: સુરતના સચિન વિસ્તારમાં બે ભાઈ પર ચાકુથી હુમલો, એકનું મોત

By

Published : Oct 4, 2021, 4:16 PM IST

  • સુરતના સચિનમાં બે ભાઈ પર ચાકુથી હુમલો
  • એક ભાઈનું મોત બીજો ભાઈ બચી ગયો
  • અંગત તકરારમાં પાડોશી દ્વારા ચાકુથી હુમલો


સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલ સાઈનગર સોસાયટીમાં બે પડોશીઓ વચ્ચે કોઈક વાતને લઈને ઝઘડો થયો હતો. જોકે આ ઝઘડામાં સમાધાન માટે બે ભાઈઓએ પરિવાર સાથે મળી ઝઘડો કરનાર વ્યક્તિ પાસે સમાધાન કરવા જતાં ફરીથી બોલાચાલી બાદ ઝપાઝપી થઇ હતી. ઝપાઝપીમાં ઝઘડો કરનાર વ્યક્તિએ બે ભાઈઓને ચાકુના ઘા માર્યા હતાં. તેમાં એક ભાઈનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું (Murder ) જ્યારે બીજા ભાઈને પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હત્યાની જાણ સચિન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સચિન પોલીસ સ્ટેશનનો પીઆઇ સહિત કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.


પાડોશીઓ સાથેની અંગત તકરાર

આ ઘટના સંદર્ભે સામે આવતી જાણકારી પ્રમાણે પાડોશી અને અરસપરસ સગાં પણ થતાં આરોપી અને મૃતક ભાઈઓ વચ્ચે પારિવારિક કલહ આગલી રાત્રે થયો હતો જેને લઇને મૃતકના ફોઇનો દીકરો એવા આરોપીએ ચાકુના ઘા માર્યાં હોવાનું જાણવા મળે છે.આ ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.

ઘટનામાં ભોગ બનનાર અને આરોપી આપસમાં પારિવારિક સંબંધો ધરાવે છે
મૃતક રોજગારી માટે સુરત આવ્યો હતોસુરતના સચીન વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે પડોશીઓ સાથે થયેલા ઝઘડામાં બે ભાઇઓ પૈકી એક ભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતક જેનું નામ દિલબહાર સૌકત અલી છે. બે વર્ષ પહેલા જ પોતાના વતન ઉત્તરપ્રદેશમાં આવેલ અલાહાબાદના હનુમાનગન્જથી સુરત રોજગારી માટે આવ્યો હતો. રોજગારી મેળવી પરિવારને આર્થિક મદદ કરતો હતો. જોકે આ પરિવાર એક જ સોસાયટીમાં રહેતો હોવાથી અવારનવાર એકબીજાને મદદગાર બની રહેતાં હતાં.પોલીસે હત્યા અંગે વધુ તપાસ હાથ ધરી સચિન પોલીસ દ્વારા જણાવાયું કે ગઈકાલે રાતે 10 વાગ્યાની આસપાસ આ પ્રકારની હત્યાની (Murder )જાણ થતાં બે PCR અને સર્વલેન્સ સ્ટાફ ઘટનાસ્થળે પહોચ્યાં હતાં. જોકે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઈ છે. પણ હાલ પૂછપરછમાં હત્યા મામલે અલગ-અલગ જવાબ મળી રહ્યાં છે. આગળ તપાસ કરતાં સત્ય હકીકત જાણવા મળશે. હાલ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ સુરતના લીંબાયતમાં હત્યાનો બનાવ CCTVમાં ઝીલાયો

આ પણ વાંચોઃ અમદાવાદમાં મિત્રએ જ મિત્રની છરા વડે ધડથી માથું અલગ કરી હત્યા કરી

ABOUT THE AUTHOR

...view details