- સુરતના હજિરા રોડ પર કારનો ગમખ્વાર અકસ્માત થયો
- કારમાં સવાર 5 લોકોમાંથી 4 લોકોનું ઘટનાસ્થળે જ મોત
- ઈચ્છાપોર પોલીસ સ્ટેશન પાસે મોડી રાત્રે સર્જાયો અકસ્માત
સુરતઃ શહેરના હજિરા રોડ પર આવેલા ઈચ્છાપોર પોલીસ સ્ટેશન પાસે મોડી રાતે એક કારનો જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ કારમાં કારમાં 5 લોકો હતા. જ્યારે 4 લોકોના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા. તો અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, અકસ્માત દરમિયાન 4 લોકોના ગાડીમાં જ મોત થતા તેઓ કારની અંદર જ ફસાયા હતા. તો ઘટનાની જાણ થતા ઈચ્છાપોર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે, અકસ્માતમાં 4 મૃતદેહો તથા એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો હોવાથી વ્યક્તિને બહાર કાઢવા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.
સુરતના હજિરા રોડ પર કારનો ગમખ્વાર અકસ્માત થયો આ પણ વાંચો-નવસારીમાં ઇકો કારને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા 10 ઈજાગ્રસ્ત, 3 ના મોત
ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ મૃતદેહ કારમાંથી બહાર કાઢ્યા
ઈચ્છાપોર પોલીસ સ્ટેશન પાસે મોડી રાત્રે જીવલેણ અકસ્માતમાં 4 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ કાર અકસ્માતમાં ગાડીમાં 5 લોકો હતા. તેમાંથી એક જ વ્યક્તિ બચ્યો હતો. જોકે, તે પણ ગંભીર રીતે ઘવાયો છે. મહત્ત્વની વાત એ છે કે, તમામ લોકો ગાડીમાં ફસાયા હતા. તેમને બહાર કાઢવા માટે પોલીસે ફાયર વિભાગની મદદ લીધી હતી. અડાજણ તથા પાલ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી એક કલાકની જેહમત બાદ ક્ટરથી પતરું કાપી ચારે મૃતકોને બહાર કાઢ્યા હતા.
કારમાં સવાર 5 લોકોમાંથી 4 લોકોનું ઘટનાસ્થળે જ મોત આ પણ વાંચો-ખેડામાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બસ અડધી ચીરાઈ, 32ને ઈજા
ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું પણ મોત
તો આ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોમાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક બાળક પણ હતો. આ લોકો શહેરના નાકે હજિરામાં આવેલા મોરા ગામમાં છેલ્લા 15 વર્ષથી રહેતા હતા. તથા મૂળ ઓરિસ્સાના છે. દિનેશભાઈ બાલકૃષ્ણ તથા તેમના ભાઈ માનસનું પણ મોત થયું હતું. તેમાં એક 13 વર્ષનો બાળક પણ છે, જે હાલ ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. તેનું પણ મોત થયું હતું. જોકે, હાલમાં ઈચ્છાપોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.