- ત્રિ-દિવસીય બોડી બિલ્ડીંગ-પાવર લિફ્ટીંગ સ્પર્ધાનો છેલ્લો દિવસ
- યુવાનોમાં ફિટનેસની જાગરુકતા માટે યોજાયો કાર્યક્રમ
- પદ્મશ્રી પ્રેમચંદ ડોગરાએ હાજરી આપી ઉત્સાહ વધાર્યો
સુરત: શહેર પોલીસ દ્વારા ત્રિ-દિવસીય બોડી બિલ્ડીંગ અને પાવર લિફ્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવમાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતાઓને મિ.ગુજરાત અને મિ. પોલીસના ખિતાબ આપવામાં આવશે. સુરત પોલીસ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ અને ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટીંગ એસોસિએશન સાથે મળીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
5થી 7 તારીખ સુધી યોજાઈ હતી સ્પર્ધા
સ્પર્ધા અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, આ સ્પર્ધામાં બોડી બિલ્ડીંગ માટે અલગ-અલગ છ કેટેગરી અને પાવર લિસ્ટિંગ માટે આઠ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંગળવારે આ સ્પર્ધામાં જીતનારને મિસ્ટર ગુજરાત અને મિસ્ટર પોલીસ ખિતાબ આપવામાં આવશે. કુલ રૂપિયા 7 લાખ કરતા વધુના વિવિધ કેટેગરીમાં ઇનામ પણ આપવામાં આવશે. આ સ્પર્ધા 5થી 7 તારીખે યોજાઈ હતી. વધુમાં એમ પણ કહ્યું કે, જો આપણે ફિટ રહેશું તો આપણે આપણા સમાજને પણ ફિટ રાખીશું.
આ પણ વાંચો:યુવાનોને નશાથી દૂર રાખવા સુરત પોલીસ યોજશે પાવર લિફ્ટિંગ, બોડી બિલ્ડીંગ સ્પર્ધાઓ