- અનેક રાજ્યોની મહિલાઓ કરે છે વાળનું દાન
- 10 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના લોકોએ વાળ દાન કર્યા
- કેન્સર પીડિત મહિલાઓના સકારાત્મક જીવન માટેનું પગલું
સુરત:આજે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સર પીડિતોની વેદના લોકો હવે સમજી રહ્યા છે. એ જ કારણ છે કે, છેલ્લા એક વર્ષમાં કેન્સર પીડિતોને વાળ મળી શકે એ માટે ડોનરોની સંખ્યા વધી છે. સુરતમાં કામ કરતી શીતકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા લોકો પાસે વાળ એકઠા કરી ટાટા મેમોરોરિયલ હોસ્પિટલના કેન્સર પીડિતોને આપે છે. સૌથી અગત્યની વાત એ છે કે, આ સંસ્થાને માત્ર સુરત જ નહીં આખા ગુજરાત અને દેશના અન્ય રાજ્યોની મહિલાઓ વાળ ડોનેટ કરે છે. જેથી કેન્સર પીડિતને વાળની વિગ મળી શકે.
સુરતની મહિલાઓ કરે છે વાળનું દાન
સુંદર વાળ દરેક સ્ત્રીનું ઘરેણું હોય છે. પરંતુ કેન્સરની સારવાર દરમિયાન ઘણી બધી મહિલાઓ પોતાના વાળ ગુમાવી દેતી હોય છે. તેમની આ તકલીફ હવે લોકો સમજવા લાગ્યા છે. જેથી સુરત શહેરમાં હવે છેલ્લા કેટલાક સમયથી કેન્સર પીડિતોને વાળ ડોનેટ કરવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.