ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની નવી સિવિલની ઓક્સિજન ટેન્કમાં જામ્યો બરફ

સુરતની નવી સિવિલની કોવીડ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી ઓક્સિજનની અછત જોવા મળી રહી છે ત્યારે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત હોવાને કારણે 10 લોકોના મોત પણ થયા છે. છેલ્લા બે દિવસથી ઓક્સિજનની આવી સમસ્યાઓ આવી રહી છે.

સુરત
સુરત

By

Published : Apr 15, 2021, 1:09 PM IST

Updated : Apr 15, 2021, 6:10 PM IST

  • નવી સિવિલ RMOએ આક્ષેપોને તમામ આક્ષેપો નકાર્યા
  • સોમવારે સિવિલના ઓક્સિજન ટેન્કમાં બરફ જામી ગયો હતો
  • સિવિલે પાણી નાખીને ઓક્સિજનનું સર્ક્યુલર શરૂ કર્યુ

સુરત: નવી સિવિલ કોવીડ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. છેલ્લા પંદર દિવસથી નવી સિવિલના કોવિડ હોસ્પિટલના કોરોના પેશન્ટમાં વધારો થયો છે, ત્યારે તે સાથે ઓક્સિજનની જરૂર પણ પડી રહી છે. હાલ નવી સિવિલના કોવીડ હોસ્પિટલમાં પરિસ્થિતિ એ રીતે બગડી ગઈ છે કે, કોરોના પેશન્ટ માટે ઓક્સિજન મળવું પણ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે છેલ્લા બે દિવસમાં કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે.

આ પણ વાંચો:ગીર સોમનાથની સરકારી કોવિડ હોસ્‍પીટલમાં ઓક્સિજનની અછત વચ્‍ચે 24 કલાકમાં 6 દર્દીઓના મૃત્‍યુ થયા

ઓક્સિજનના અછતના કારણે 10 લોકોના મોત

સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં લગાતાર એક પછી એક કોરોના પેશન્ટ આવી રહ્યા છે, ત્યારે કોરોના પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હોસ્પિટલ દ્વારા આવા પેશન્ટને ઓક્સિજન આપવામાં આવી રહ્યા છે. કોરોના પેશન્ટને ઘસારો એટલો વધી ગયો છે કે, કોવીડ હોસ્પિટલમાં હાલ ઓક્સિજનની અછત પણ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 10 લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ગુડી પડવાના દિવસે જ માતમ, ઓક્સિજનની અછત સર્જાતા 10 દર્દીઓના મોત

હોસ્પિટલના RMOએ જણાવી સ્થિતી

આ સમગ્ર મામલે જયારે ETV ભારત દ્વારા નવી સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, કોવિડ હોસ્પિટલમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના પેસન્ટોમાં ખુબ જ વધારો થયો છે. ત્યારે જે પણ પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તે પેશન્ટને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. પરંતુ સોમવારે ઓક્સિજન ટેન્કમાં બરફ જામી ગયો હતો ત્યારે અમારા દ્વારા પાણી નાખીને તરત તેનું સર્ક્યુલર ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ એક કલાકની વાત અને ઓક્સિજનના કારણે જ 10 લોકોના મોત થયા હોય તે વાત તદ્દન ખોટી છે.

Last Updated : Apr 15, 2021, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details