ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના ઉધનામાં લેસ પટ્ટીના કારખાનેદારે કરી આત્મહત્યા - suicide in surat

સુરત શહેરના ઉધના વિસ્તારમાં લેસ પટ્ટીના વેપારીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ ઉધના પોલીસને થતાં સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ઉધનામાં લેસ પટ્ટીના કારખાનેદારે કર્યો આપઘાત
સુરતના ઉધનામાં લેસ પટ્ટીના કારખાનેદારે કર્યો આપઘાત

By

Published : Feb 25, 2021, 6:52 PM IST

  • લેસ પટ્ટીના કારખાનેદારે કરી આત્મહત્યા
  • છતના હૂક સાથે લેસ પટ્ટી બાંધી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી
  • ઉધના પોલીસ સહિત પરિવારના લોકો દોડી આવ્યા

સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતો મૂળ મહારાષ્ટ્રનો વતની 22 વર્ષીય મહેશ જાદવ ઉધના સોનલ ઇન્ડસ્ટ્રી ખાતે લેસ પટ્ટીનો વેપાર કરે છે. આજે ગુરુવારે સવારે મહેશભાઈએ પોતાના લેસ પટ્ટીના કારખાનામાં છતના હૂક સાથે લેસ પટ્ટી બાંધી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

કારખાનેદારે અગમ્ય કારણોસર મોતને કર્યું વ્હાલું

આત્મહત્યાનું કારણ અકબંધ

મળતી વિગત મુજબ નજીકમાં આવેલા કારખાનેદારની નજર પડતાં ઉધના પોલીસ સહિત પરિવારને જાણ કરી હતી. જેથી પરિવાર લોકો સહિત ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મહેશ જાદવ ઉધના મહાદેનનગર ખાતે માતાપિતા અને એક ભાઈ સાથે રહેતો હતો. મહેશ અપરણિત હતો. આજે ગુરુવારે તેમણે પોતાના કારખાનામાં લેસ પટ્ટીથી છતના હૂકમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. મહેશ જાધવે શું કામ આત્મહત્યા કરી છે એનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ ઉધના પોલીસે આપઘાતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details