સુરત: લાર્સન એન્ડ ટૂબ્રોની હેવી એન્જિનિયરિંગ કંપની (larsen & toubro ltd surat)એ ગુજરાતના હજીરામાંથી 1,200 ટન વજન ધરાવતા એક એવા 2 મોટા ઇથીલીન ઓક્સાઇડ રિએક્ટર (ethylene oxide reactor surat) વિદેશમાં મોટા પેટ્રોકેમિકલ સંકુલને રવાના કર્યા હતા. કોવિડ-19 મહામારીની પ્રથમ લહેર (corona first wave in gujarat) દરમિયાન વર્ષ 2020માં આ જ ક્લાયન્ટને એલએન્ડટી દ્વારા આ જ પ્રકારના 4 રિએક્ટર્સ (ethylene oxide reactor by l&t) પૂરા પાડવામાં આવ્યાં પછી આ પુનરાવર્તિત ઓર્ડર હતો.
એલએન્ડટીના અદ્યતન હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સમાં નિર્માણ
રિએક્ટરનું નિર્માણ સુરત નજીક હજીરામાં એલએન્ડટીના અદ્યતન હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ (L and T heavy Engineering Hazira)માં થયું હતું. આ અતિ જટિલ રિએક્ટર્સ પેટ્રોકેમિકલ સંકુલમાં મોનો ઇથીલીન ગ્લાકોલિનનું ઉત્પાદન (production of mono ethylene glycol) કરવા માટે મહત્વપૂર્ણ ઉપકરણ છે. આ પ્રસંગે એલએન્ડટીની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય, હેવી એન્જિનિયરિંગના સિનિયર વીપી અને હેડ અનિલ વી. પરબે જણાવ્યું હતુ કે, આ પ્રકારનો પુનરાવર્તિત ઓર્ડર અમારા આ મોટા અને જટિલ ઉપકરણનું સંચાલન કરવાની વિશિષ્ટ ક્ષમતા તથા અભૂતપૂર્વ કોવિડ-19 મહામારી દરમિયાન પણ અમારીવિશ્વસનીય ડિલિવરીની કામગીરીમાં ગ્રાહકના વિશ્વાસનો પુરાવો છે.
આ પણ વાંચો:Surat Gas Leakage 2022l: સચીન GIDC ગેસ લીકેજની ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ: હર્ષ સંઘવી