- ક્રિકેટર કૃણાવ પંડ્યાએ માણી હળવાશ
- સુરતમાં પીપલોદમાં જોવા મળ્યાં ઢોંસાની મજા માણતા
- વિજય હજારે ટ્રોફી મેચમાં કર્યું હતું શાનદાર પ્રદર્શન પીપલોદમાં જોવા મળ્યાં ઢોંસાની મજા માણતાં કૃણાલ પંડ્યા
સુરતઃ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારા અને વડોદરા ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અચાનક ક્રિકેટ પીચની જગ્યાએ પ્લાસ્ટિકના ટેબલ ખુરશી પર બેસીને ઢોંસાની મજા માણતાં જોવા મળ્યા હતા. સુરતના પીપલોદ વિસ્તાર ખાતે આવેલા એક નાનકડી હોટેલમાં જઈને તેમણે સામાન્ય વ્યક્તિની જેમ સાંભર ઢોંસા ખાધા હતા. તેમને ઢોંસા એટલી હદે ભાવ્યા હતા કે, તેમણે બીજીવાર પણ ઓર્ડર આપ્યો હતો.