સુરત: 24 એપ્રિલના રોજ સુરતમાં કોળી સમાજનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજરી આપશે. સાથે છોટુભાઈ પીઠાવાલાના સ્ટેચ્યુનું રાષ્ટ્રપતિના હસ્તે અનાવરણ થશે.
કોરોનાને કારણેગોલ્ડન જ્યુબિલીની ઉજવણી થઈ શકી નહોતી - અખિલ ભારતીય કોળી સમાજ ટ્રસ્ટ (Koli Samaj Trust)નવી દિલ્હીની સ્થાપનાને 50 વર્ષથી વધુ સમય ગાળો થયો છે. બે વર્ષથી કોરોનાને કારણે અખિલ ભારતીય કોળી સમાજ પ્રત્યેની સ્થાપનાને 50 વર્ષ થતાં ગોલ્ડન જ્યુબલીની ઉજવણી થઈ શકી નહોતી. તેથી આગામી તારીખ 24 એપ્રિલના રોજ સુરતમાં કોળી સમાજ ટ્રસ્ટની ગોલ્ડન જ્યુબલી ઉજવણી (Golden Jubilee of Koli Samaj)કરવાનું નક્કી થયું છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહેશે.
આ પણ વાંચો:જ્ઞાતિવાદનું રાજકારણ: કોળી સમાજના મુખ્યપ્રધાન રાજ્યને મળે તે માટે અખિલ ભારતીય કોળી સમાજે પણ કરી માગ
કોળી સમાજના 20 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે -ટ્રસ્ટના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ (Former National Chairman of the Trust)સત્યનારાયણ પવારે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજ ટ્રસ્ટને (Akhil Bharatiya Koli Samaj Trust)સ્થાપનાના 52 વર્ષ થયા છે. સુરતમાં ગોલ્ડન જુબલી વર્ષની ભવ્ય ઉજવણી કરવાનું સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવા સુરત આવશે. દેશભરમાં રહેતા કોળી સમાજ 20 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આ પણ વાંચો:Koli Samaj: સોમનાથના પ્રાંચી ખાતે અખીલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ ચિંતન બેઠક મળી
સમાજના લોકોને ગરીબીની રેખાથી ઉપર લાવવા પ્રયાસ - તેઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં આ કોળી સમાજના ઉત્થાન (For upliftment of Koli society)માટે ચિંતન કરવામાં આવશે. કોળી સમાજ કેટલાક રાજ્યોમાં OBC (Other Backward Class)અને કેટલાક રાજ્યોમાં SC(Schedule Caste)માં સમાવેશ થાય છે. આજે કરોડો લોકો ગરીબીની રેખા નીચે જીવન નિર્વાહ કરવા મજબૂર છે તેની ગરીબીની રેખાથી ઉપર લાવવાનો પ્લાન બનાવવામાં આવશે સાથે છોટુભાઈ પીઠાવાલા કે જેઓએ વર્ષો સુધી ટ્રસ્ટના વિકાસ માટે સેવા આપી છે તેમના સ્ટેચ્યુનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અનાવરણ કરવામાં આવશે.