- શિક્ષણક્ષેત્રે સરકારી સ્કૂલ-કોલેજો સ્થપાય તેવી આશા
- કોમવાદની ચર્ચાઓ લોકોમાં થાય જ નહીં અને લોકો શાંતિથી રહી શકે
- એજ્યુકેટેડ અને બધા પ્રશ્નોને સમજી શકે તેવા મુખ્યપ્રધાન હોવા જોઈએ
સુરત: ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા અચાનક રાજીનામુ આપવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ટૂંક સમયમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે, પરંતુ સુરતની પ્રજા કેવા મુખ્યપ્રધાન ઈચ્છે છે તે જાણવાનો પ્રયાસ ETV bharat દ્વારા કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સ્તરની પોલિસી લાવી શકે
રેણુભાઈએ જણાવ્યું હતું કે, આવનારા મુખ્યપ્રધાન એજ્યુકેશન ફિલ્ડમાં એક સરખી રાષ્ટ્રીય સ્તરની પોલિસી લાવી શકે. પ્રાઇવેટના બદલે ગ્રાન્ટેડ સ્કૂલ-કોલેજનું પ્રમાણ વધારે. છેલ્લા કેટલાક સમયથી ગ્રાન્ટેડ સ્કૂલ કે કોલેજો એક પણ સ્થપાઇ નથી. જે સ્થપાય છે સરકારી સ્કૂલો કોલેજો તે ઇન્ટિરિયર એરિયામાં સ્થપાય છે, પરંતુ શહેરો અને ગામડાઓમાં મોટાભાગે પ્રાઇવેટ સેક્ટર વધી ગયા છે. કોમવાદની ચર્ચાઓ લોકોમાં થાય જ નહીં અને લોકો શાંતિથી રહી શકે જે તે કોમના માણસો અને દરેક એકબીજાના વેપાર-ધંધા પર આધારિત છે. એજ્યુકેટેડ અને બધા પ્રશ્નોને સમજી શકે તેવા મુખ્યપ્રધાન આવવા જોઈએ.