- સુરત પતંગના દોરા રંગવા માટે વિશ્વવિખ્યાત છે
- ઉત્તરાયણમાં વધારે 9 તારનો દોરો સૌથી વધુ ચાલે
- સાકળ-8 અને AK-56 બે કંપનીઓનું માર્કેટ
સુરત : શહેરમાં ભગવાન પતંગ ભંડાર વાળા નામક પેઢી 80 વર્ષથી પતંગના દોરાનો વ્યવસાય કરે છે. વારસાગત ચાલી આવેલા આ વેપારને હાલ ચંદ્રેશ ભગવાન દાસ સાદરીવાળા સંભાળી રહ્યા છે. તેમને દરેક દોરાની બારીકાઈથી જાણકારી છે. જો તમે પતંગ રસીયા છો, તો જાણો કેવો દોરો કેવી રીતે તમારા સામે વાળાનો પતંગ કાપી શકે છે, ક્યો દોરો મજબૂત હોય છે. આ અંગે ચંદ્રેશભાઇએ જણાવ્યું હતું કે, ઉતરાયણમાં વધારે 9 તારનો દોરો ચાલે છે. લોકડાઉનના કારણે કંપનીના માલિકોએ આ વખતે દોરા ઓછા બનાવ્યા છે. માર્કેટમાં દોરાનું વેચાણ આ વર્ષે ઘટી ગયું છે. આ વર્ષે સાકર-8 અને AK-56 બે કંપનીઓ માર્કેટમાં ચાલી રહી છે.
ઉત્તરાયણમાં પતંગ રસિયા જાણે 9 તારનો દોરાની કમાલ ગેંડા અને સાંકળ-8 સુરતીઓની દોરી તરીકે ઓળખાય છે
ચંદ્રેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત બળેલી દોરીની સાથે સુરતીઓની બળેલી દોરી પણ આવે છે. ગેંડા અને સાંકળ-8 સુરતીઓની દોરી તરીકે ઓળખાય છે. AK 56માં 5 હજાર વારના 560 રૂપિયા, 2500 વારના 280 રૂપિયા, સાંકળ આઠ 500 વારના 290 રૂપિયા, ગેડાં 2500 વારના રૂ 290, પેચ લેવા 9 તારનો દોરો વધુ ચાલે છે. કારણ કે, આ દોરી પર નાના મોટા બને પતંગ ચગી શકે છે. જ્યારે આ દોરા પર મોટા પતંગ ચગાવવા પડે છે.
દોરી રંગવા માટે એક્સ્ટ્રા કોઈ પણ પ્રકારનો ચાર્જ MRPમાં લગાવવામાં આવતો નથી
આ દોરી રંગવા માટેનો કોઈપણપ્રકારનો એક્સ્ટ્રાચાર્જ MRPમાં લગાવવામાં આવતો નથી. જે ચાર્જ લેવામાં આવે છે, તે લોકો પાસેથી વસુલ કરવામાં આવે છે. વધુમાં વધુ સફેદ દોરાને ડિમાન્ડ માર્કેટમાં સૌથી વધુ છે. કારણ કે, લાલ દોરાના કારણે હાથ અને કપડા ઉપર રંગ લાગી જતો હોય છે. સૌથી વધુ જૂની દોરી હોવાના કારણે માર્કેટમાં તેનું ચલણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે.