ગુજરાત

gujarat

ETV Bharat / city

કિરણ હોસ્પિટલે મ્યુકોરમાઇકોસિસના 25 દર્દીઓને 1-1 લાખ રૂપિયાની સહાયના ચેક આપ્યા - કિરણ હોસ્પિટલની અનોખી પહેલ

કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ નામના રોગે રાજ્યમાં પગપેસારો કર્યો છે ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ બીમારીની દવા પેટે દર્દીને એક-એક લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આજે બુધવારે 25 જેટલા દર્દીઓને આ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા નિર્ણય કરાયો છે કે તેમના એક કરોડ રૂપિયાના ફંડમાંથી આ રોગથી ગ્રસ્ત થયેલા પ્રત્યેક રોગીઓને દવા માટે એક લાખ રૂપિયાની સહાય કરશે.

કિરણ હોસ્પિટલે મ્યુકોરમાઇકોસિસના 25 દર્દીઓને 1-1 લાખ રૂપિયાની સહાયના ચેક આપ્યા
કિરણ હોસ્પિટલે મ્યુકોરમાઇકોસિસના 25 દર્દીઓને 1-1 લાખ રૂપિયાની સહાયના ચેક આપ્યા

By

Published : May 12, 2021, 4:00 PM IST

  • હોસ્પિટલ પોતાના એક કરોડ રૂપિયાના ફંડમાંથી કરશે સહાય
  • મ્યુકોરમાઇકોસિસ રોગથી પીડાતા દર્દીઓને હોસ્પિટલે કરી આર્થિક સહાય
  • કિરણ હોસ્પિટલના સંચાલકોની અનોખી પહેલ

સુરતઃકોરોનાની બિમારીના ભોગ બનેલા દર્દીઓ પૈકી અમુક દર્દીઓને મ્યુકોરમાઇકોસિસની બીમારી થાય છે. આ બીમારીમાં 180 ઇન્જેક્શન 45 દિવસમાં આપવા પડે છે. તેનો ખર્ચ વધારે હોવાથી કિરણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી ઓછી આવક ધરાવતા દર્દીઓને દવા પેટે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવાનો પહેલો કાર્યક્રમ આજે બુધવારે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અઠવાડિયામાં પ્રથમ 25 દર્દીઓને એક-એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલે મ્યુકોરમાઇકોસિસના 25 દર્દીઓને 1-1 લાખ રૂપિયાની સહાયના ચેક આપ્યા

આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી, કે ન તો ચેપી રોગ.. જાણો વિગતે…

ઇન્જેક્શનની કિંમત 4,000થી લઇ 7000 સુધી છે

હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવી જ રીતે દર અઠવાડીએ ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવશે. કોરોના સંક્રમણના કારણે શહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ રોગ દેશના તમામ એવા શહેરોમાં જોવા મળે છે કે જ્યાં કોરોના સંક્રમણની સંખ્યા સૌથી વધારે છે. આ રોગમાં સર્જરી સાડા પાંચ લાખથી લઈને સાડા સાત લાખ સુધીની થાય છે. એક દિવસમાં ચારથી પાંચ ઇન્જેક્શન દર્દીઓને લગાડવામાં આવતું હોય છે. આ રીતે દોઢ મહિના સુધી દર્દીને ઇન્જેક્શન લગાડવામાં આવતા હોય છે અને એક ઈન્જેક્શનની કિંમત કંપની પ્રમાણે 4000થી લઇને 7000 સુધી છે. હાલ ઇન્જેક્શનની અછત ડિમાન્ડના કારણે સર્જાઈ છે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસનો કહેર

ABOUT THE AUTHOR

...view details