- ઘરેથી બુક લેવા જવા માટે નીકળ્યા બાદ તેનું અપહરણ થયું
- રત્નકલાકાર પિતાને ફોન કરીને મુક્ત કરવા માટે રૂપિયા 10 લાખની ખંડણીની પણ માંગણી
- બંને જણા પોતાના મોબાઇલ ફોન પણ ઘરે મૂકીને જતા રહ્યા છે
સુરત : વરાછા વર્ષા સોસાયટીમાં રહેતી અને CA નો અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતી બુધવારે સાંજના સમયે ઘરેથી બુક લેવા જવા માટે નીકળ્યા બાદ તેનું અપહરણ થઈ ગયું હતું. અપહરણકારે યુવતીના રત્નકલાકાર પિતાને ફોન કરીને મુક્ત કરવા માટે રૂપિયા 10 લાખની ખંડણીની પણ માંગણી કરી છે. જે બાદ ખંડણીના ફોનથી પરિવાર ચિંતામાં મુકાયો હતો અને આ મામલે વરાછા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ પણ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
યુવતી CAનો અભ્યાસ કરે છે
વરાછા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, યુવતીને જેની સાથે કહેવાતો પ્રેમસંબંધ હતો તે યુવક પણ ઘરેથી ગુમ છે. બંને જણા એક સાથે જ હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં હાલ પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે .વરાછા વર્ષા સોસાયટી પાસે આવેલી ડાયા પાર્ક સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાની મજૂરી કામ કરતા લાખાભાઈ સોલંકીની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા એક કલાસીસમાં CAનો અભ્યાસ કરે છે.
આ પણ વાંચો :રાહુલ ગાંધીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણને લખ્યો પત્ર,પાક લોનની ચૂકવણી પર મુદ્દત વધારવાની વિનંતી
10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી