સુરતવડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવશે. ત્યારે આ વખતે રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થાય તેવી શક્યતા છે. કારણ કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં (Patidar Leader Alpesh Kathiriya) જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે, કથીરિયાની ભાજપમાં જોડાવવા અંગે ચાલી રહેલી ચર્ચામાં સમગ્ર દારોમદાર પાટીદાર સમાજના અગ્રણી નરશ પટેલ પર રહેશે. સાથે જ અહીં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ (Khodaldham Trust Chairman Naresh Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક (PM Narendra Modi) કરે તેવી શક્યતા પણ છે.
સત્તાવાર માહિતી નથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ (Patidar Leader Alpesh Kathiriya) આ અંગે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત (PM Modi Gujarat Visit) અંગે અત્યાર સુધી સત્તાવાર માહિતી નથી. અમારી 2 માગણીઓ છે અને સરકાર શું સ્ટેન્ડ લે છે એ અમે જોઈ રહ્યા છે. સાથે જ આગામી દિવસોમાં નરેશ પટેલ (Khodaldham Trust Chairman Naresh Patel) સહિત જે પણ પાટીદાર સમાજના આગેવાનો છે. તે જે નિર્ણય અથવા તો જે પણ માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે નિર્ણય લઈશું.