સુરત:આજે સુરતમાં ગુજરાત યોગાબોર્ડ (Gujarat Yoga Board) અને સુરત પોલીસ દ્વારા યોગ શિબિરનું (Yoga Camp In Surat) આયોજન કરવામાં આવ્યું હતું.આ યોગ શિબિરમાં રાજ્ય યોગબોર્ડના ચેરમેન શીશપાલ રાજપુત (State Yoga Board Chairman Sheeshpal Rajput) અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (State Home Minister Harsh Sanghvi) હાજરી આપી યોગ કર્યા હતા. સુરતની ‘રબર ગર્લ’ તરીકે વિખ્યાત અન્વી ઝાંઝરૂકિયા દ્વારા પ્રસ્તુત કરાયેલ યોગમુદ્રાઓ જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા.
Khelmahakumbh 2022 : યોગા કોમ્પિટિશનમાં ગુજરાતના 80 હજારથી વધુ લોકોએ લીધો ભાગ આ પણ વાંચો:આકાશમાં જોવા મળ્યો રહસ્યમય પ્રકાશ, જૂઓ વીડિયો...
સુરતમાં યોગ શિબિરનું આયોજન : સુરતમાં આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગુજરાત યોગાબોર્ડ અને સુરત પોલીસ દ્વારા યોગ શિબિરનું (Yoga Camp In Surat) આયોજન કરવામાં આવ્યું હતું.આ યોગ શિબિરમાં રાજ્ય યોગબોર્ડના ચેરમેન શીશપાલ રાજપુત અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી યોગ કર્યા હતા. તે ઉપરાંત સુરત શહેર પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિવિધ યોગ સંસ્થાના સંચાલકો તેમજ યોગ શિક્ષકો અને અલગ અલગ શાળાના વિધાર્થીઓ સહીત અનેક યોગપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહપૂર્વક યોગ કર્યો હતો. તે ઉપરાંત સુરતની ‘રબર ગર્લ’ તરીકે વિખ્યાત અન્વી ઝાંઝરૂકિયા દ્વારા પ્રસ્તુત કરાયેલ યોગમુદ્રાઓ જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા.
Khelmahakumbh 2022 : યોગા કોમ્પિટિશનમાં ગુજરાતના 80 હજારથી વધુ લોકોએ લીધો ભાગ શીશપાલ રાજપુતે કહ્યું યોગ એક કલ્પવૃક્ષ છે: આ યોગ બાબતે શિબિરમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપુતએ યોગને ભારતીય સંસ્કૃતિની દેન ગણાવી યોગથી શરીરને થતા વિવિધ ફાયદાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. શીશપાલ રાજપુત કહ્યું હતું કે, યોગ એક કલ્પવૃક્ષ છે તેમજ ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ લઇ જતું માધ્યમ છે. હાલ ગુજરાતમાં 60,000થી વધુ યોગકેન્દ્રો કાર્યરત છે. તેમણે દેશને નશામુક્ત અને રોગમુક્ત કરવા તેમજ ભારતને વિશ્વગુરૂ બનાવવા યોગ એક મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો:Indian Diplomacy : નાણાકીય વ્યવસ્થાને પુન: આકાર આપવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ભારત
યોગની વિશેષતાઓ, ફાયદાઓ :રાજ્યના ગૃહપ્રધાન જણાવ્યું હતું કે, ગુજરાત યોગાબોર્ડ અને સુરત પોલીસ દ્વારા આજે સુરત શહેરના લોકોમાં નિયમિત યોગાની પ્રેક્ટિસ વધે એ માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આ યોગકેમ્પમાં ભાગ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ ખેલમહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે યોગા કોમ્પિટિશનનું (Yoga Competition) પણ સમાવેશ કર્યો છે. યોગબોર્ડના ચેરમેન શીશપાલ સમગ્ર ગુજરાતમાં યોગના પ્રચાર માટે નિરંતર રાજ્ય થકી અલગ-અલગ પ્રયાસો કરી રહ્યા છે. ખૂબ જ સારી વાત એ છે કે, આ વખતે યોગા કોમ્પિટિશનમાં ગુજરાતના 80 હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે. હું માનું છું કે, આવનારા દિવસોમાં જે પ્રકારે વડાપ્રધાનએ આપણા દેશની સંસ્કૃતિ યોગને અને આ યોગા થકી જે ફાયદો હતો એ આપણા દેશના નાગરિકો જાણતા હતા, પરંતુ હવે આ યોગની વિશેષતાઓ, ફાયદાઓ દુનિયાભરના લોકો જાણે છે.