સુરત: સરકારી કર્મચારીઓ વર્ષે લાખો રૂપિયાનો પગાર મેળવતા હોય છે પરંતુ તેમ છતાંય આ કર્મચારીઓ લાંચ લીધા વગર પોતાની જાતને રોકી શકતા નથી. ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ મુદ્દે જાહેરમાં ટકોર કરવી પડે છે, પરંતુ તેમ છતાં સરકારી બાબુઓના બહેરા કાન સુધી આ વાત પહોંચી જ નથી. અથવા તો તેઓ સાંભળવા માંગતા નથી. ત્યારે સુરત ACBએ વધુ એક સપાટો બોલાવી કામરેજના તલાટી કમ મંત્રીના વચેતીયાને રૂપિયા 71000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. જ્યારે મહિલા તલાટી કમ મંત્રીને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
ફરિયાદીએ ઓગષ્ટ- 2019માં કામ પુર્ણ કરેલુ હતું. જે કામના રૂ. 10,60,000 પૈકી ફરીયાદીને રૂ. 9,00,000 ગ્રામ પંચાયતમાંથી ચુકવણી કરવામાં આવેલ હતી. જ્યારે 10,60,000 લેવાના બાકી હતા. ધારાએ ફરીયાદીના મળી ગયેલ રૂપિયા તથા બાકી રકમના ચેક આપવાના બદલામાં રૂ. 71000ની લાંચ માંગણી કરી હતી.લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ નવસારી ACBનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.