- બે અલગ-અલગ વીડિયો વાયરલ
- વીડિયો વાયરલ થતા જ પોલીસ સક્રિય થઈ
- એક વીડિયોમાં હોમગાર્ડની વર્દીમાં યુવક પણ સામેલ
સુરતઃકડોદરા પોલીસ સ્ટેશનની હદમાં કરાડા ગામની સીમમાં આવેલા ખુમાનસિંગની વાડીમાં રહેતા બુટલેગર વિરલે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કેક કાપતો વીડિયો વાયરલ થતાં કડોદરા પોલીસે આ અંગે ગુનો નોંધતા ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ વરેલીમાં પણ રાજુ નામના વ્યક્તિએ બર્થડે ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે.
આ પણ વાંચોઃભાજપના ધારાસભ્યનો નિયમ તોડ ડાન્સઃ પુત્રીના હલ્દી સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી કર્યો ડાન્સ
જાહેરમાં બર્થડે ઉજવી કોરોના ગાઈડલાઈનનો ભંગ
સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કરાડા ગામની સીમમાં ખુમાનસિંગની વાડીમાં રહેતા લિસ્ટેડ બુટલેગર વિરલ જીતુ પટેલનો જન્મ દિવસ હોવાથી તેમણે જાહેરમાં કેક કાપી હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીની ગાઈડલાઇનનો ભંગ કર્યો હતો. સાથે તેણે અનેક વ્યક્તિઓ ભેગા કર્યા હતા. જાહેરમાં બર્થડે કેક કાપવા સમયે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું ન હતું. સાથે માસ્ક પણ પહેર્યા ન હતા.
કડોદરા: જાહેરમાં જન્મદિન ઉજવણીના બે વિડીયો થયા વાયરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
તમામ બાબતોને આધારે કડોદરા પોલીસે વીડિયો વાયરલ થયા બાદ ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામા ભંગ તેમજ એપડેમીક ડિસસિજ એક્ટ 1897મી કલમ 3 તથા ગુજરાત એપડેમીક રેગ્યુલેશન 2020ની કલમ (1) મુજબ ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદમાં 14થી વધુ વ્યક્તિ ભેગા થતાં હોવાનું નોંધ્યું છે. જેમાં પોલીસે બુટલેગર વિરલ જીતેન્દ્ર પટેલ, મયુર કૈલાશ પાટીલ, અનિલ રાજુ રાઠોડ, શોહિત કમલેશ વર્મા, જયેશ પ્રેમચંદ શર્મા, ગોરખ બાબુલાલ આહિરે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
કડોદરા: જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા બે વીડિયો થયા વાયરલ આ પણ વાંચોઃviolating of corona guidelines -લોક ગાયિકા સહિત 3 લોકો સામે ફરિયાદ, સાંસદ સામે કોઇ કાર્યવાહી નહીં
વરેલીમાં પણ એક વ્યક્તિનો બર્થડે ઉજવતો વીડિયો થયો વાયરલ
આ ઉપરાંત પલસાણા તાલુકાના વરેલી ગામે રહેતા રાજુ ભરવાડ નામના વ્યક્તિએ પણ જાહેરમાં બર્થડેની ઉજવણી કરી હતી તેનો પણ વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં અનેક વ્યક્તિઓની હાજરી જોવા મળી હતી. આ વીડિયો સાથે ફોટા પણ વાયરલ થયા છે. જેમાં GRDની પણ યુનિફોર્મ સાથે હાજરી જોવા મળી હતી. જે અંગે પણ પોલીસ કાર્યવાહી કરે તેવી શક્યતા છે.