સુરતના સરથાણામાં આવેલા એક કોચિંગ ક્લાસમાં અકસ્માતે આગ લાગવાને કારણે 22 જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. જેને લઇને સમગ્ર રાજ્ય અને દેશમાં ઘેરા શોકનો માહોલ છવાયો હતો. હવે મૃતક વિદ્યાર્થીઓની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં પણ મૃતક વિદ્યાર્થીઓના આત્માને શાંતિ મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત અગ્નિકાંડના મૃતકોને જૂનાગઢના વિદ્યાર્થીઓએ આપી શ્રદ્ધાંજલિ - SUR
સુરત: અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 જેટલા વિદ્યાર્થીઓને જૂનાગઢમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. શહેરના શહીદ પાર્કમાં જૂનાગઢના વિદ્યાર્થીઓએ મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
SURAT
જૂનાગઢમાં આવેલા શહીદ પાર્કમાં વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓએ સુરતના સરથાણામાં મોતને ભેટેલા 22 જેટલા વિદ્યાર્થીઓના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. તેમજ પાર્કમાં બનાવવામાં આવેલા શહીદ સ્તંભ પર મીણબત્તી પ્રગટાવીને મૃતકના આત્માને શાંતિ મળે તે માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી. અહીં વાંચવા આવતા વિદ્યાર્થીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી તમામ 22 મૃતક વિદ્યાર્થીઓ પ્રત્યે તેમની ભાવાંજલિ પ્રગટ કરી હતી.