સુરત : કામરેજના પાસોદરા પાટીયા નજીક આવેલ એક સોસાયટીમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની ફેનીલ ગોયાણી નામના યુવકે એક તરફી પ્રેમમાં જાહેરમાં હત્યા કરી દીધી હતી. આ હત્યાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ (Grishma Murder Case) વાયરલ થયો હતો. લોકોમાં એક આક્રોશ જોવા મળ્યો હતો. હત્યારાને ફાંસીની સજા થાય તેવી સૌ કોઈએ માંગ કરી હતી. જોકે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છ. અને આગામી 16 તારીખના ચુકાદો આવશે. આ ચૂકાદો ઈતિહાસમાં સૌથી ઝડપી ચૂકાદો ગણી શકાશે. ત્યારે ETV Bharat સાથે મૃતક ગ્રીષ્માના (Judgment in Grishma Case) પરિવારેે સાથે ખાસ વાત કરી હતી.
ગીષ્માના પિતાનું નિવેદનકોર્ટના ચુકાદાને લઈને ગ્રીષ્માના (Grishma Father Regarding the Verdict of Case) પિતાએ જણાવ્યું કે, આ માટે હું ખૂબ રાજી છું. રાજ્યના લોકો અને પોલીસે ખુબ જ સાથ આપ્યો છે. વહેલી તકે ન્યાય મેળવવા માટે દિન રાત મહેનત કરીને આપને 16મી એ ગુજરાતનો પહેલો કિસ્સો એવો બનશે. કે મારી દીકરીને તત્કાલીક ન્યાન મળશે.એવી મને પૂરી આશા છે. સજા મારી માંગ છે કે,આ શખ્સને ફાંસીની સજા સિવાય કોઈ સજા જ નહિ, કારણે કે આજ મારી દીકરી કાલે કોઈ બીજાની દિકરી સાથે આવુ ન બને એટલે આને ફાંસીની સજા થવી જોઈએ. પોલીસની ટીમ અને સરકારનો ખુબ ખુબ આભારી છું.
આ પણ વાંચો :Grishma Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ, 16મી એપ્રિલે આવશે ચુકાદો