બારડોલી: પલસાણા તાલુકાના જોળવામાં 11 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર (Minor Girl Rape in Jolva) બનાવી રૂમમાં ગોંધીને નાસી જનારા નરાધમની પોલીસે ધરપકડ (Accused of Jolva Rape Case) કરી છે. પ્રથમ 2 શકમંદોની પૂછપરછ બાદ દરવાજા પર લગાવેલા નવા તાળાએ આરોપી સુધી પહોંચવાનો રસ્તો ખુલ્લો કર્યો હતો. 2 પૈકી એક શકમંદ તાળું લેવા માટે જે દુકાનમાં ગયો હતો તેના CCTVમાં તે નજરે પડતા પોલીસે તેની કડકાઇથી પૂછપરછ કરી હતી, જેમાં તેણે બાળકી પર દુષ્કર્મઆચર્યું (Jolva Rape Case) હોવાની કબૂલાત કરતા પોલીસે હાલ તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બાળકોને ઘરે મુકી દંપતિ મિલમાં કામે જતું હતું
નાના ભાઈએ કહ્યું, દયાચંદ બેનને લઈ ગયો હતો. સુરત રેન્જ આઈ.જી. (Surat Range IG) રાજકુમાર પાંડિયને પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાત્રે 10 વાગ્યે સંજીવીની હોસ્પિટલ (sanjeevani hospital surat)માં કોઈ બાળકીનું શંકાસ્પદ મોત થયું હોવાની ખબર પડતાં પલસાણા પોલીસ (Palsana Police Surat) સ્થળ પર પહોંચી હતી. જોળવામાં એક એપાર્ટમેંટમાં રહેતું દંપતિ તેમના બંને સંતાનો 11 વર્ષની બાળકી અને 5 વર્ષના બાળકને ઘરે એકલા મૂકીને મિલમાં કામ કરવા જતું હતું.
બંધ રૂમમાંથી બાળકી લોહીલુહાણ હાલતમાં મળી
રવિવારે બપોરના 3.30 વાગ્યાની આસપાસ ભાઈબહેન રમતા હતા તે સમયે દયાચંદ નામનો શખ્સ ત્યાં આવીને ભાઈને ઘરે જવાનું કહી બાળકી (Child abuse in Surat)નો હાથ પકડીને ક્યાંક લઈ ગયો હતો. સાંજે જ્યારે માતાપિતા ઘરે આવ્યા ત્યારે દીકરી નજરે નહીં પડતાં પુત્રને પૂછતાં તેણે દયાચંદ બેનની આંગળી પકડીને લઈ ગયો હોવાનું જણાવ્યુ હતું. આથી તેમણે શોધખોળ કરી હતી. બિલ્ડિંગના ખાલી રૂમોમાં તપાસ કરી હતી. તમામ રૂમ ખુલ્લા હતા, જ્યારે એક રૂમને તાળું મારેલું હોઇ શંકા જતાં તેમણે તાળું તોડતા અંદર બાળકીની લોહીલુહાણ હાલતમાં પડેલી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેનુ મોત થયું હતું.