સુરત:ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022) પહેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના નિવેદનથી(Statement of BJP MLA) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જેમાં તેમને નિશાન સાધતા કહ્યું છે કે, અધિકારીઓની નિષ્ક્રિયતાને(Municipal Corporation officials) લીધે છેલ્લા 25 વર્ષોમાં કામો થયા નથી. હું લોકોના પ્રશ્નો ઉઠાવતો રહ્યો છે. જેમાં આ મુદ્દો કોઈ વિધાનસભા ચૂંટણીને લઈને નથી. જે લોકોની સમસ્યા છે, તેનો કોર્પોરેટોરોથી કોઈ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો:શાળાઓની બહાર ટ્રાફિકની સમસ્યા દૂર કરાવા અપાયા આદેશ
ભાજપના ધારાસભ્યના એક નિવેદનને કારણે હાલ ફરી એક વખત ચર્ચામાં -વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ આરોગ્ય પ્રધાન(Former Health Minister of Gujarat) અને હાલ વરાછા મતવિસ્તારની ભાજપના ધારાસભ્ય પોતાના એક નિવેદનને કારણે હાલ ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. પહેલા પોતાના મત વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને(Traffic Problem in Varachha Constituency) લઈ પણ તેઓએ જે રીતે ટ્રાફિક વિભાગ પર આક્ષેપો(Allegations on traffic department) કર્યા હતા. તેને લઈ ચર્ચામાં હતા અને આ વખતે ફરી એક વખત પોતાના વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નિષ્ક્રિય છે અને કામ ન કરતા હોવાની ફરિયાદ કરી છે.