સુરત : ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝની સુલભતાએ કેટલાક લોકોની દુષ્પ્રવૃત્તિઓને વેગ આપવામાં ભાગ ભજવ્યો હોય તેવા કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યાં છે. યુટ્યુબ પર વિડિયો (youtube video) જોઈ જ્વેલર્સની દુકાનમાં લૂંટની (jewellery loot in Surat ) ઘટનાને અંજામ આપનાર આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે. ગ્રાહકના વેશમાં આવેલા આરોપીએ જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 3. 77 લાખની પાંચ ચેઇનની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. જોકે આરોપીને પોલીસે સીસીટીવી ફૂટેજ આધુનિક સર્વેલન્સ સીસ્ટમના ( CCTV Surveillance System )કારણે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
સમોર ગોલ્ડ પેલેસમાં બની ઘટનાઃસુરતના કતારગામ વિસ્તારમાં રહેતા દર્શનભાઈ પ્રવીણભાઈ શાહ કતારગામ આંબા તલાવડી રોડ પાસે સમોર ગોલ્ડ પેલેસ નામની જ્વેલર્સની દુકાન ધરાવે છે. 4 ઓગસ્ટ 2022 ના રોજ તેઓની દુકાને એક વ્યક્તિ આવ્યો હતો અને સોનાની ચેઇન જોવા માંગી હતી જેથી જવેલર્સ અને ચેઇન જોવા આપી હતી. આ દરમિયાન ગ્રાહકના સ્વાંગમાં આવેલા ઈસમે ચેઇનની કિંમત પૂછી હતી જેથી જ્વેલર્સ ચેઇનનું વજન કરી કેલ્ક્યુલેટરમાં હિસાબ કરતા હતાં આ દરમિયાન ગ્રાહકના સ્વાંગમાં આવેલા ઇસમે તેના ખભા પર લટકાવેલા પર્સમાંથી મરચાની ભૂકી કાઢી જ્વેલર્સની આંખમાં નાખી હતી.
આ પણ વાંચોઃRobbery Case in Modasa: ધોળા દિવસે વધ્યો લૂંટારુંઓનો આતંક