- CAની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓ હંમેશા અગ્રેસર
- સેન્ટર કાઉનશીલના સભ્ય બોર્ડે જય છૈરાની કરી પસંદગી
- પસંદગી થતા જ સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયું
સુરત:એકાઉન્ટ્સ ઑફે લેવામાં આવતી CAની પરીક્ષામાં સુરતના CAના વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન રહે છે. જોકે સુરતના વિદ્યાર્થીઓ અને CAના અગ્રણીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે અને હવેથી રાષ્ટ્રીય કક્ષાએ CAની વિવિધ પરીક્ષા અને અભ્યાસક્રમ અંગે નિર્ણય લેતી સમિતિમાં ચેરમેન તરીકે સુરતની પસંદગી કરવામાં આવી છે. સેન્ટર કાઉનશીલના સભ્ય બોર્ડ ઑફ સ્ટડીઝમાં પસંદગી થતા જ સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયું છે.
સમિતિમાં ચેરમેન પદ તરીકે જય છૈરાની પસંદગી
CAના સેન્ટર કાઉનશીલના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય ગણાતા એવા સુરતના જય છૈરાની હવે સેન્ટર કાઉનશીલના સભ્ય બોર્ડ ઑફ સ્ટડીઝમાં પસંદગી કરવામાં આવી છે. બોર્ડ ઓફ સ્ટડીઝ CA અને વિદ્યાર્થીઓના પ્રશ્નો બંને માટે ફેરફાર કરવા માટે પાઠ્યપુસ્તકમાં આવતી ભુલો સુધારવાનું સ્ટડી મટિરિયલ નક્કી કરવાનું અને MCQની પ્રશ્ન બેંક તૈયાર કરવા માટે આ સમિતિમાં ચેરમેન પદ તરીકે જય છૈરાની પસંદગી કરવામાં આવી છે.