- જવાદ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે
- દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 2થી 6 ડિસેમ્બર દરમિયાન પવન ફૂંકાશે
- લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ
સુરત: બંગાળની ખાડીમાં બની રહેલા દબાણ (low pressure in the bay of bengal)ને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાયુ છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન (cyclone in andhra pradesh and orissa) આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં એક તોફાન આકાર લઈ રહ્યુ છે, જે 4 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારે પહોંચી જશે. આ વાવાઝોડાને 'જવાદ' નામ આપવામાં આવ્યું છે.
45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આ વાવાઝોડાની અસરથોડા સમય બાદ ગુજરાત (Jawad Cyclone In Gujarat)માં જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આ જવાદ વાવાઝોડાને લઇને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (meteorological department gujarat) દ્વારા 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશેતેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે (coast of south gujarat) 2થી 6 ડિસેમ્બર દરમિયાન પવન ફૂંકાઈ શકે છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં રહેલી તમામ બોટોને પણ પરત આવવા સૂચના પણ અપાઈ છે.
ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી
જવાદ વાવાઝોડાના અસરના ભાગરૂપે માછીમારોને એલર્ટ (fisherman alert gujarat) કરવામાં આવ્યા છે. હાલ તેઓને સુરક્ષિત કાંઠા પર પરત ફરવાનું કહેવાયું છે. બંગાળની ખાડીમાં હલચલને કારણે હવામાન વિભાગે આજથી 4 દિવસ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદ (rain in mumbai)ની ચેતવણી આપી છે, જેના પગલે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે.