ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે મોસંબી શરબત સહિત ચા-નાસ્તાની સેવા શરૂ કરાઈ - free service at covid hospital

સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને હોસ્પિટલના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે ત્યારે જલારામ મંદિર લસકાણા ધામ લોકોની મદદ માટે આગળ આવ્યું છે. જલારામ મંદિર લસકાણા ધામ તરફથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેઓના પરિવારજનો માટે 24 કલાક જ્યુસ, ચા, નાસ્તા અને પાણીની વિનામૂલ્યે સેવા શરૂ કરવામાં આવી છે અને તમામ સભ્યો લોકોની મદદ માટે પણ આગળ આવ્યા છે.

સુરત
સુરત

By

Published : Apr 19, 2021, 5:10 PM IST

  • દર્દીઓને મળશે વિનામૂલ્યે 24 કલાક મોસંબીનું જ્યૂસ
  • જલારામ મંદિર લસકાણા ધામ કરે છે હોસ્પિટલમાં દિવસ-રાત મદદ
  • દર્દીઓના સગાઓ પણ કરવામાં આવી છે વ્યવસ્થા

સુરત:જલારામ મંદિર લસકાણા દ્વારા કોવિડ હોસ્પિટલ બહાર સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. દર્દીઓ અને પરિજનો માટે સેવા શરૂ કરી વિનામૂલ્યે મોસંબી શરબત, બિસ્કીટ, ચા, નાસ્તાની સેવા શરૂ કરી ભૂખ્યાઓને ભોજન આપવાનું શરૂ કર્યું હતું. કોઈ પણ પરિસ્થિતિ હોય જલારામ મંદિર હરહંમેશ લોકોની મદદે આવે છે, ત્યારે હાલમાં સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિજનો માટે જલારામ મંદિર લસકાણા ધામ આગળ આવ્યું છે અને જલારામ મંદિર લસકાણા ધામ તરફથી અહીં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે એક સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાંથી દર્દીઓ માટે વિનામૂલ્યે 24 કલાક મોસંબીનું જ્યૂસ, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સુરત, સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો:રાજ્યના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીએ શરૂ કરી નિઃશુલ્ક પાણીની સેવા

યુવાનો કરી રહ્યા છે દિવસ-રાત મદદ

આ ઉપરાંત દર્દીઓના સગાઓ પણ ભૂખ્યા ન રહે તે માટે પણ અહીં સ્ટોલ ઉભા કરવામાં આવ્યો છે. જ્યાંથી દર્દીઓના પરિજનો માટે ચા-પાણી, ગાંઠિયા, નાસ્તો જેવી તમામ વ્યવસ્થા વિના મૂલ્ય કરવામાં આવી છે. લોકો ભૂખ્યા ન રહે અને તેઓને બનતી મદદ મળી રહે તે હેતુથી જલારામધામ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર લસકાણા શાંતાબેન દયાળજીભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનવાન ભાઈ દયાળજી કોટક, મીના બેન ધનવાન કોટક દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે અને અહીં વિકીભાઈ કોટક, વિરેન્દ્રભાઈ ચોવટીયા, અપ્પુ નથવાણી અને મહેશ મશરૂ દિવસરાત દર્દીઓની મદદ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details