ગુજરાત

gujarat

ETV Bharat / city

ઇટાલીની કંપની Surat Metro Underground Tunnel માં વેન્ટિલેશન અંગે એનાલિસીસ કરશે

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અંડરગ્રાઉન્ડ ટનલમાં ( Surat Metro Underground Tunnel ) વેન્ટિલેશન અને ટ્રેક વેના કમ્પ્યુટર સોલ્યુશન સેફટી એનાલિસિસ માટે ડીટેલ ડિઝાઇન કન્સલટન્ટ તરીકે ઇટાલીની કંપની રીના રિટ્સ ( Italian company Reina Ritz ) નિમણૂક કરવામાં આવી છે. કંપની દ્વારા અત્યાધુનિક સબવે એન્વાયરમેન્ટ સલ્યુશન તકનીકનો પ્રયોગ કરવામાં આવશે..

ઇટાલીની કંપની Surat Metro Underground Tunnel માં વેન્ટિલેશન અંગે એનાલિસીસ કરશે
ઇટાલીની કંપની Surat Metro Underground Tunnel માં વેન્ટિલેશન અંગે એનાલિસીસ કરશે

By

Published : Jul 13, 2021, 4:13 PM IST

  • ડીટેલ ડિઝાઇન કન્સલટન્ટ તરીકે Italian company Reina Ritz નિમણૂક કરવામાં આવી
  • Surat Metro Underground Tunnel માં આવતા 6.47 કિલોમીટર અંડર ગ્રાઉન્ડ માર્ગ
  • સુરત મેટ્રો લાઇન 1નો કુલ 21 કિમીનો માર્ગ છે જેમાં 15.14 કિમીનો માર્ગ એલિવેટેડ છે

    સુરત :સ્માર્ટ સિટી સુરતમાં મેટ્રો પ્રોજેક્ટમાં ( Surat Metro Underground Tunnel ) આવતા 6.47 કિલોમીટર અંડર ગ્રાઉન્ડ માર્ગ માટે કામ હવે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અંડરગ્રાઉન્ડ રૂટ પર છ સ્ટેશન રહેશે. હવે ટનલમાં વેન્ટિલેશન અને ટ્રેક વેના કમ્પ્યુટર સોલ્યુશન સેફટી એનાલિસિસ માટે ડીટેલ ડિઝાઇન કન્સલટન્ટ તરીકે રીના રિટ્સ ( Italian company Reina Ritz) નિમણૂક કરવામાં આવી છે. ઈટાલીની કંપની છે કે જે વર્ષ 1861 થી કાર્યરત છે. આ કંપનીનું હેડ ક્વાર્ટર પણ ઇટાલીના જેનોવા શહેર સ્થિત છે. આ સાથે અનેક પ્રક્રિયાઓ પણ ઝડપી કરવામાં આવી રહી છે, જેથી કાર્ય સમયસર થઈ શકે. મેટ્રો સિટી સુરતમાં હવે Metro Train પ્રોજેક્ટના અંડરગ્રાઉન્ડ રૂટ માટે વેન્ટિલેશનનો કોન્ટ્રાક્ટ ઇટાલી કંપનીને સોંપાયો છે.

યાત્રીઓ માટે ટનલ વેન્ટિલેશનનું વિશ્લેષણ કરશે
સુરત Metro Train ની વાત કરવામાં આવે તો પ્રથમ ફેઝમાં સરથાણા ડ્રીમસિટીનો સમાવેશ કરાયો છે. જેમાં છ સ્ટેશન સાથે 6.47 કિલોમીટર અંડર ગ્રાઉન્ડ રૂટ છે. ચોક બજારથી સુરત સ્ટેશનની વચ્ચે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો (Metro Underground Tunnel ) બાંધકામ ચાલી રહ્યું છે હાલ ઇટાલીની કંપની કમ્પ્યુટર સેમ્યુલેશન દ્વારા અન્ડરગ્રાઉન્ડ વિભાગના સ્ટેશનોમાં યાત્રીઓ માટે ટનલ વેન્ટિલેશનનું વિશ્લેષણ કરશે. આ માટે સૌથી અત્યાધુનિક સબવે એન્વાયરમેન્ટ સલ્યુશન આ ટેકનીકનો પ્રયોગ કરવામાં આવશે..

લોજિસ્ટિક ડેટાનું વિશેષણ

6.47 કિલોમીટરનો મેટ્રો રૂટ અંડરગ્રાઉન્ડ છે. સુરત મેટ્રોના ટ્રેક સ્ટાન્ડર્ડ ગેઝ હશે. સરથાણાથી ડ્રીમસિટી વચ્ચે સુરત મેટ્રો લાઇન 1નો કુલ 21 કિમી નો માર્ગ છે જેમાં 15.14 કિમીનો માર્ગ એલિવેટેડ છે. જ્યારે 6.47 કિમી અંડરગ્રાઉન્ડ રહેશે. ( Italian company Reina Ritz) રીના રિટ્સ કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ માર્કેટ લોજિસ્ટિક ડેટાનું વિશેષણ કરે છે અને સંબંધિત રિપોર્ટ આપે છે.

38 સ્ટેશનોના મલ્ટી મોડલ ઇન્ટીગ્રેશન સુવિધાઓ ડિઝાઇન કરવા બદલ કોન્ટ્રાક્ટ

વેન્ટિલેશન સિસ્ટમના ડિઝાઇન કન્સલન્ટસી માટે આ કંપની દ્વારા રૂટ માટે સર્વે કરવામાં આવશે. જેઓ સમગ્ર અંડર ગ્રાઉન્ડનો (Metro Underground Tunnel ) સર્વે કરશે જેમાં એન્જિનિયરિંગ સ્ટડી પણ કરાશે.અત્રે ઉલ્લેખનીય છે કે સલામતીને ધ્યાનમાં રાખીને સ્ટેશન, ટ્રેક, ફાયર સિસ્ટમ, વર્ચુઅલ વિશ્લેષણ કરવામાં આવશે અને આ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ પછી આ તમામ ટેકનીકનો અમલ કરવામાં આવશે. ( Italian company Reina Ritz) રીના રિટ્સને બાર મહિનામાં મેટ્રો પ્રોજેક્ટના તમામ 38 સ્ટેશનોના મલ્ટી મોડલ ઇન્ટીગ્રેશન સુવિધાઓ ડિઝાઇન કરવા બદલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે રૂપિયા 3.62 કરોડના ખર્ચે આ કામગીરી કરશે.

આ પણ વાંચોઃ Surat Metro Rail Project: 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન મોદી દ્વારા સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ભૂમિપુજન

ABOUT THE AUTHOR

...view details